ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

ભારતે શ્રીલંકાને આપ્યો 358 રનનો લક્ષ્યાંક

Text To Speech

વર્લ્ડ કપ 2023 : આજે ICC ODI વર્લ્ડ કપ 2023ની 33મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે ત્યારે આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

શ્રીલંકાને 358 રનનો લક્ષ્યાંક

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાના નિર્ણય બાદ ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન કર્યા હતા અને શ્રીલંકાને 358 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

સૌથી વધુ રન કર્યા શુભમન ગીલે

આ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં ભારત તરફથી સર્વાધિક રન શુભમન ગીલે 92 બોલમાં 2 સિક્સ અને 11 ચોક્કા વડે 92 રન કર્યા હતા.

વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર પણ બતાવ્યું શાનદાર પ્રદર્શન

વિરાટ કોહલીએ આ મેચમાં 88 રન જયારે શ્રેયસ ઐયરે 82 રન કર્યા હતા.

ભારતની વિકેટ

4-1 (રોહિત શર્મા, 0.2)
193-2 ( શુભમન ગિલ, 29.6)
196-3 (વિરાટ કોહલી, 31.3)
256-4 (કે.એલ.રાહુલ, 39.2)
276-5 (સૂર્યકુમાર યાદવ, 41.3)
333-6 (શ્રેયસ ઐયર, 47.3)
355-7 (મોહમ્મદ શમી, 49.3)
357-8 (રવિન્દ્ર જાડેજા, 50)

શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ લીધી 5 વિકેટ

શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ ભારત સામે 5 વિકેટ લીધી હતી. આ મેચમાં ચમીરાએ 1 વિકેટ લીધી હતી.

Back to top button