મોંઘી વ્હિસ્કી પીવામાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ, આ દેશને પાછળ છોડી દીધો
એક સમય હતો જયારે બ્રિટીશ ભારતમાં રજાઓ અને અંગ્રેજો પણ કસુંબો પીતા હતા. સામાન્ય માણસ દેશી દારૂ પીતા. દેશમાં સમૃદ્ધિ સાથે સાથે લોકોમાં મોંઘો દારૂ પીવાનું ચલણ પણ વધ્યું છે. દારૂ કંપનીઓ પણ મોંઘી પ્રિમીયમ બ્રાંડ બનાવવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. ગત વર્ષે ભારતમાં સ્કોચ વ્હિસ્કીની આયતમાં 60 ટકા વધારો થયો. આ આયાતથી ભારત ફ્રાંસથી પણ આગળ નીકળી ગયું છે.
આ પણ વાંચો:દિલ્હી શરાબ કૌભાંડ મામલે ED ફરી એક્શનમાં, દિલ્હી-પંજાબ સહિત 35 જગ્યાએ રેડ
ભારતમાં આજે વિદેશી દારૂ પીવાનું ચલણ વધી રહ્યું છે. હવે લોકો દેશીને જગ્યાએ સ્કોચ વ્હિસ્કી પીતા થઇ ગયા છે. આજે પુરુષ સાથે મહિલાઓ પણ સ્કોચ વ્હિસ્કી પીતી થઇ ગઈ છે. ભારતમાં મોંઘી સ્કોચ વ્હિસ્કી પીવાનું ચલણ વધી રહ્યું છે એ જ કારણે ભારત ફ્રાંસને પાછળ છોડી સ્કોચ વ્હિસ્કીનું માર્કેટ બનીને ઉભરી આવ્યું છે.
ભારત બ્રિટન પાસેથી સ્કોચ વ્હિસ્કી આયાત કરે છે જે 2022માં 60 ટકા વધુ ગયું છે. સ્કોટલેન્ડની એક મહત્વની કંપનીના આંકડા દ્વારા આ માહિતી પ્રાપ્ત થઇ છે. કેવી રીતે ભારતે ફ્રાંસને પાછળ છોડી દીધું તેની વાત કરીએ તો, ભારતે ગત વર્ષે 700 મિલીલીટરની 21.9 કરોડ સ્કોચ વ્હિસ્કી બોટલો આયાત કરી હતી જયારે ફ્રાન્સે 20.5 કરોડ બોટલો આયાત કરી હતી.
આ પણ વાંચો:આણંદના ખાનગી ફાર્મ હાઉસમાં જામી દારૂની મહેફિલ, 10 યુવતીઓ સહિત 25 નબીરાઓની ધરપકડ
સ્કોચ વ્હિસ્કી એસોસિએશન(SWA) દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું કે બે અંકમાં આયાત હોવા છતાં ભારતની વ્હિસ્કીના માર્કેટમાં માત્ર 2 ટકા જ ભાગીદારી છે. ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે જેમાં વ્હિસ્કીની આયાત એ મુક્યા મુદ્દો છે. હજી ભારતમાં સ્કોચ વ્હિસ્કીની આયાત ઉપર 150 ટકા ટેરીફ લાગે છે. બંને વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની ડીલ થવાથી સ્કોટલેન્ડની વ્હિસ્કી કંપનીઓને ઘણો ફાયદો થઇ શકે છે. SWA પ્રમાણે આવનાર પાંચ વર્ષોમાં 1 અબજ પાઉન્ડથી વધુ ગ્રોથ મળી શકે છે.
આ પણ વાંચો:ગુજરાતના યુવાનોમાં દારૂ સિવાય અન્ય માદક પદાર્થોનું સેવન વધ્યું, ચાની કિટલીઓ પર વેચાણ !
વ્હિસ્કી નિકાસનો રેકોર્ડ
ગત વર્ષે સ્કોચ વ્હિસ્કીની નિકાસમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આખા વિશ્વમાં 6.2 અબજ પાઉન્ડ વ્હિસ્કીની નિકાસ કરવામાં આવી જે એક રેકોર્ડ છે. પ્રથમ વાર 6નો આંકડો પાર કર્યો છે. અહી ગત વર્ષની સરખામણીમાં 37 ટકા વધારો થયો છે જે બ્રિટેનની સૌથી મોટી નિકાસમાંની એક છે. બ્રિટેનથી સૌથી વધુ નિકાસ અમેરિકાને કરવામાં આવી. સ્કોટલેંડથી અમેરિકાને 105.૩ કરોડ ડોલરની સ્કોચ વ્હિસ્કી નિકાસ કરવામાં આવી. જયારે ભારતને 28.5 કરોડ પાઉન્ડની વ્હિસ્કી મોકલવામાં આવી. આવનાર સમયમાં આ આંકડો વધી પણ શકે છે.