ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs SA 4th T20I : ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો 170 રનનો ટાર્ગેટ, દિનેશ કાર્તિકની શાનદાર ફિફ્ટી

Text To Speech

રાજકોટમાં રમાઈ રહેલી પાંચ મેચોની શ્રેણીની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 169 રન ફટાકાર્યા છે. ભારતે આફ્રિકાને જીત માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંક કરી હતી. દિનેશ કાર્તિકે 27 બોલમાં 55 રન ફટકાર્યા હતા જ્યારે હાર્દિક પંડ્યાએ 31 બોલમાં 46 રન ફટકાર્યા હતા.

ભારતીય ટીમ કોઈ ફેરફાર કર્યા વગર મેદાનમાં ઉતરી છે. જ્યારે ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં ત્રણ ફેરફાર કર્યા છે. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને બીજી ઓવરમાં જ ટીમને પહેલો ફટકો ઋતુરાજ ગાયકવાડ (5)ના રૂપમાં લાગ્યો હતો. શ્રેયસ ઐયર ત્રીજી ઓવરમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. ઇશાન કિશન 27 રનના અંગત સ્કોર પર કેચ આઉટ થયો હતો. પંત અને હાર્દિકે ભાગીદારી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેપ્ટન 23 બોલમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નવી દિલ્હી અને કટકમાં પ્રથમ બે મેચમાં આસાન પરાજયનો સામનો કર્યા બાદ ભારતીય ટીમે ત્રીજી મેચ જીતીને શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી. શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતને આ મેચ જીતવી જરૂરી છે.

Back to top button