ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પેલેસ્ટાઇનની મદદ માટે ભારતે 6.5 ટન દવાઓ તથા 32 ટન રાહત સામગ્રી મોકલી

  • પેલેસ્ટિનિયનની મદદ કરવા ભારતે માનવતા દાખવી
  • C-17  એરક્રાફ્ટ રાહત સામગ્રી લઈ ઈજિપ્ત રવાના થયું
  • રાહત સામગ્રી ઇજિપ્તથી રોડ માર્ગે ગાઝા પહોંચાડાશે

ભારતે પેલેસ્ટાઇનને મદદ પહોંચાડવા માટે આજે લગભગ 6.5 ટન દવાઓ અને 32 ટન આપત્તિ રાહત સામગ્રી મોકલી છે. ભારતીય વાયુસેનાનું C-17 વિમાન રાહત સામગ્રી લઈને ઈજિપ્તના અલ-આરિશ એરપોર્ટ માટે રવાના થયું છે. સામ્રગીમાં દવાઓ, સર્જિકલ સાધનો, ટેન્ટ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સ્વચ્છતા સુવિધાઓ, પાણી શુદ્ધિકરણની ગોળીએ અને અન્ય આવશ્યક વસ્તુઓ મોકલવામાં આવી છે. આ રાહત સામગ્રી ઇજિપ્તથી રોડ માર્ગ દ્વારા ગાઝા પહોંચાડવામાં આવશે. ગાઝા પટ્ટીમાં હજારો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે ત્યાં ભારતે પેલેસ્ટાઇનને માનવતાવાદી સહાય પૂરી પાડી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ પર સંતુલિત વલણ દાખવ્યું છે. પીએમ મોદીએ ઇઝરાયેલ પર હમાસના હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. જોકે, વડાપ્રધાને તાજેતરમાં ગાઝા પટ્ટીમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલાની નિંદા કરી હતી. બીજી તરફ, ઇઝરાયેલ સતત  હુમલાને નકારી રહ્યું છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દે ભારતના જૂના વલણને પણ પુનરોચ્ચાર કર્યો હતો.

 પેલેસ્ટાઇને દુનિયાના દેશોને અપીલ કરી

નોંધનીય છે કે ગાઝાની વર્તમાન સ્થિતિને જોતા દુનિયાના ઘણા દેશોએ પેલેસ્ટાઇનને સહાય સામગ્રી મોકલવાની અપીલ કરી હતી. અમેરિકી પ્રમુખ જો બાઇડને ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને ફોન કરીને સરહદ ખોલવાની અપીલ કરી હતી જેથી કરીને ત્યાંના લોકોને મદદ મળી શકે. આ પછી ગાઝામાં માનવતાવાદી સહાયના લગભગ 20 ટ્રક પહોંચાડવામાં આવ્યા છે. અગાઉ, ભારતના વડાપ્રધાન મોદીએ 19 ઓક્ટોબરે પેલેસ્ટાઇનના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી હતી. આ દરમિયાન PMએ ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે, અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં લગભગ 500 નિર્દોષો મૃત્યુ પામ્યાં હતાં.

આ પણ વાંચો: ઇઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે હમાસે પ્રથમ વખત બે અમેરિકન બંધકોને કર્યા મુક્ત

Back to top button