Market Pre-Open: નિફ્ટી પોઝીટીવ ખુલવાની ધારણાઃ જોકે વૈશ્વિક પરિબળો બજારને નિયંત્રિત રાખશે


મુંબઇ, 24 માર્ચઃ અગાઉના સેશનમાં એનએસઇ નિફ્ટી 0.69 ટકા વધીને 23,350, તેમજ બીએસઇ સેન્સેક્સ 0.73 ટકા વધીને 76,905.51 પર બંધ આવ્યો હતો. ત્યારે આજે પણ હાલમાં ગિફ્ટ નિફ્ટી હાલમાં તો પોઝીટીવ દેખાય છે પરંતુ સાથે વૈશ્વિક પરિબળો બજારને નિયંત્રિત રાખે તેવી શક્યતા સેવાઇ રહી છે. કેમ કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની મર્યાદા 2 એપ્રિલ ધીમે ધીમે નજીક આવી રહી છે ત્યારે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવા મળી રહી છે.
વૈશ્વિક બજારોમાં જોઇએ મિશ્ર જોવા મળી રહ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી/ASXમાં 0.37 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી અને કોસડેક પણ અનુક્રમે 0.36 ટકા અને 0.05 ટકા ઘટ્યો હતો. જ્યારે જાપાનનો નિક્કેઇ 225માં 0.28 ટકાનો વધારો થયો હતો અને બ્રોડર ટોપીક્સ ઇન્ડેક્સમાં પ્રારંભિક ટ્રેડમાં 0.13 ટકાનો વધારો થયો હતો.
બીજી બાજુ અમેરિકન બજારોમાં રોકાણકારોને ટ્રમ્પની ટેરિફની ટિપ્પણી સામે પ્રતિભાવ આપતા શુક્રવારે વોલેટાઇલ સત્ર જોવા મળ્યુ હતું. જોક્ ટ્રમ્પે કેટલીક રાહતોનો સંકેત આપતા અમુક શેરોમાં પ્રારભિક ઘટાડો ધોવાયો હતો. વ્યાપાર ચિંતા અને મંદીની દહેશત ઓછી થતા એસએન્ડપી 500 0.08 ટકા વધીને 5667.56 પર બંધ આવ્યો હતો. જ્યારે નાસડેક કંપોઝીટ 0.52 ટકા વધીને 17,784.05 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 32 પોઇન્ટના વધારા સાથે 41,985.35ના મથાલે બંધ આવ્યો હતો.
એનાલિસ્ટોના અનુસાર નિફ્ટી માટેની પ્રતિકાર સપાટીઓ 23,398, 23,462 અને 23,565 છે. જ્યારે સપોર્ટ લેવલ 23,192, 23,128 અને 23,025 મનાય છે. ડેઇલી ચાર્ટમાં નિફ્ટીનુ બુલીશ વલણ દેખાઇ રહ્યુ છે. તેમજ વોલ્યુમો પણ સરેરાશની ઉપર છે.
જ્યારે બેન્ક નિફ્ટીમાં પ્રતિકાર સપાટી જોઇએ તો 50,684, 50,868 અને 51,166, તેમજ સપોર્ટ લેવલ 50,088, 49,904 અને 49,606 હોવાનુ મનાય છે.
આ પણ વાંચોઃ ફોક્સવેગનનું 1.4 અબજ ડોલરનું કર બિલ રદ કરવું ‘આપત્તિજનક’: ભારત