આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ફોક્સવેગનનું 1.4 અબજ ડોલરનું કર બિલ રદ કરવું ‘આપત્તિજનક’: ભારત

નવી દિલ્હી, 24 માર્ચઃ ફોક્સવેગનનું 1.4 અબજનું કર માંગનું બીલ રદ કરવાથી આપત્તિજનક પરિણામો આવશે અને તેનાથી કંપનીને માહિતી છૂપાવવામાં અને પૂછપરછોમાં વિલંબ કરવા માટે પ્રોત્સાહન મળશે એમ ભારત સરકારે મુંબઇને એક કોર્ટમાં પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું. નોંધનીય કે આજે આ કેસની સૂનાવણી થનાર છે.

આયાત જકાત સંબંધિત ભારતની સૌથી ઊંચી માંગ ફોક્સવેગનના શિપમેન્ટની 12 વર્ષ સુધીની સ્ક્રુટીની બાદ બહાર આવી છે અને તેના લીધે વિદેશી રોકાણકારોની લંબાણપૂર્વકની તપાસની દહેશતને વેગ આપ્યો છે. ઓટો ઉત્પાદકે આ ઘટનાને ભારતીય કારોબાર માટે જીવન અને મૃત્યુની બાબત ગણાવી છે અને તે હાલમાં મુંબઇની કોર્ટમાં કર ઓથોરિટી સામે લડી રહી છે.

ફોક્સવેગનનું એકમ સ્કોડા ઓટો ફોક્સવેગન ઇન્ડિયા એવા આક્ષેપોનો સામનો કરી રહી છે કે તેણે ઊંચી ટેરિફ ટાળવા માટે કેટલીક ઔડી, VW અને સ્કોડા કારના કોમ્પોનન્ટની આયાતને ખોટી રીતે વર્ગીકૃત્ત કરી હતી. કર માંગને રદ કરવાની તેની મહત્ત્વની દલીલ એ હતી કે તેના માટે કર અધિકારી દ્વારા શિપમેન્ટની તપાસ માટેની નિષ્ક્રિયતા અને ઢીલ જવાબદાર હતી.

સામે ભારતીય કર ઓથોરિટીએ પોતાની 78 પેજના જવાબમાં કંપનીના નિવેદનને રદિયો આપતા મુંબઇ હાઇકોર્ટને જણાવ્યું હતુ કે ફોક્સવેગને આયાત અંગેની અગત્યની માહિતી અને ડેટા છૂપાવ્યો હતો. જો કાર ઉત્પાદકની આ માંગના કારણોને સ્વીકારી લેવામાં આવશે તો તે આયાતકારોને મહત્ત્વની માહિતી છૂપાવવા માટે પ્રોત્સાહન આપશે અને ત્યાર બાદ એવો દાવો કરશે કે કર ઓથોરિટીએ તપાસ કરવાની અવધિ વટાવી દીધી છે. આમ જો આ કર માંગ રદ કરવામાં આવે તો તેના આપત્તિજનક પરિણામો આવી શકે છે. આ કેસની વધુ સૂનાવણી આજે થનાર છે.

ફોક્સવેગન એ ભારતના કાર માર્કેટમાં એક નાની ખેલાડી છે, જે વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી છે, અને તેની ઓડી બ્રાન્ડ મર્સિડીઝ જેવા લક્ઝરી હરીફોને પાછળ રાખે છે. જો કંપની દોષિત ઠરે તો તેને દંડ અને વિલંબિત વ્યાજ સહિત 2.8 અબજ ડોલરના કર બિલનો સામનો કરવો પડી શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરળ નિયમો અને ઓછા અમલદારશાહી અવરોધોના વચનો સાથે વિદેશી રોકાણકારોને આકર્ષિત કરી રહ્યા છે, ત્યારે પરંતુ લાંબી કર તપાસનો મુદ્દો વર્ષોથી લંબાતા મુકદ્દમાને વેગ આપી શકે છે.

આ પણ વાંચોઃ હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર જીએસટીમાં 5 ટકા ઘટાડાની શક્યતા

Back to top button