ભારત-રશિયા: NSA અજીત ડોભાલે રશિયામાં રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી મુલાકાત
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. રશિયામાં ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી હતી. ડોભાલ અફઘાનિસ્તાન પર બહુપક્ષીય સુરક્ષા અંગેની બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચ્યા છે.
રાષ્ટ્રપતિ સાથે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?
રશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે NSA અજીત ડોભાલે રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવા પર પણ સહમતિ સધાઈ હતી.
NSA Ajit Doval calls on Vladimir Putin, discuss India-Russia strategic partnership
Read @ANI Story | https://t.co/n9m2m0Kl5K#NSA #AjitDoval #Putin #India #Russia pic.twitter.com/DNHuP7GL1P
— ANI Digital (@ani_digital) February 9, 2023
ડોભાલે કહ્યું- અફઘાનિસ્તાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે
બુધવારે અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદ/એનએસએના સચિવોની પાંચમી બેઠકમાં બોલતા, એનએસએ ડોભાલે કહ્યું હતું કે કાબુલમાં એક સમાવિષ્ટ અને પ્રતિનિધિત્વની વ્યવસ્થા અફઘાન સમાજના વ્યાપક હિતમાં છે. તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી અને માનવતાવાદી જરૂરિયાતો ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
NSAએ કહ્યું કે આતંકવાદ આ ક્ષેત્ર માટે મોટો ખતરો બની ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને Daesh જેવા આતંકવાદી સંગઠનો સામે લડવા માટે સભ્ય દેશો વચ્ચે ઊંડા ગુપ્ત માહિતી અને સુરક્ષા સહયોગની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘અફઘાનિસ્તાન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ભારત જરૂરિયાતના સમયે અફઘાન લોકોને ક્યારેય નહીં છોડે. ભારતે અફઘાનિસ્તાનમાં સંકટ સમયે 40,000 મેટ્રિક ટન ઘઉં, 60 ટન દવાઓ, પાંચ લાખ કોવિડ રસી મોકલીને મદદ કરી છે.
આ પણ વાંચો : અનિલ કુંબલેને પાછળ છોડી આર. અશ્વિન સૌથી ઝડપી 450 વિકેટ લેનારો બીજો બોલર બન્યો