કોરોના સામે દેશ એલર્ટ, 24 કલાકમાં 268 નવા કેસ
દેશમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી કોરોનાના ગ્રાફમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં તેજી જોવા મળી રહી છે. આજે દેશમાં કોરોના ચેપના 250 થી વધુ નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 268 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી કોઈ વ્યક્તિના મોતના સમાચાર નથી. આ પહેલા બુધવારે દેશમાં કોરોના સંક્રમણના 188 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 3 હજાર 552 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 84નો વધારો નોંધાયો છે. સારી વાત એ છે કે આ દરમિયાન કોઈનું મોત થયું નથી. ગઈકાલની સરખામણીમાં, નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 80 નો ઘટાડો નોંધાયો છે.
દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 46 લાખ 77 હજાર 915 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને કુલ 4 કરોડ 41 લાખ 43 હજાર 671 થઈ ગઈ છે. દેશમાં કોરોનાને કારણે કુલ 5 લાખ 30 હજાર 696 લોકોના મોત થયા છે.