ભારતમાં ફરી કોરોનાએ રફતાર પકડી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના નવા કેસ 18313 કેસ નોંધાયા છે. જયારે 57 લોકોના મોત પણ થયા છે.
કોરોનાના નવા કેસોમાં 23 ટકાનો ઉછાળો
કોરોનાના નવા કેસોમાં સતત 2 દિવસ ઘટાડો નોધાયો હતો જે બાદ આજ રોજ નવા કેસોમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે. મંગળવારે દેશભરમાં કોવિડ 19થી 14830 નવા કેસો આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સોમવારે દેશભરમાં 16866 લોકો આ વાયરસથી સંક્રમિત થયા હતા. જ્યારે રવિવારે 20279 નવા કેસો આવ્યા હતા.
નવા કેસો વધ્યા છતાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી ગઈ
કોવિડ 19ના નવા કેસોમાં વધારો થવા છતાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20742 લોકો સાજા થયા છે અને ત્યાર બાદ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટીને 1 લાખ 45 હજાર 226 થઈ ગઈ છે.