આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝ

UNSCમાં ભારતનો પાકિસ્તાનને ઠપકો, કહ્યું – “નરસંહારનો લાંબો અને કલંકિત ઇતિહાસ ધરાવતો દેશ જ્ઞાન ન આપે”

India Slams Pakistan : ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. પાકિસ્તાને ફરી એકવાર UNSC માં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતે, જેના પર ભારતે પાકિસ્તાનને ઠપકો આપતા કહ્યું કે, નરસંહારનો લાંબો અને કલંકિત ઇતિહાસ ધરાવતા પાકિસ્તાને આપણને ઉપદેશ ન આપવો જોઈએ. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું કે, પાકિસ્તાનનો નરસંહાર અને હિંસાનો ઇતિહાસ છે. તે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે તેના દેશની અંદર અને બહાર આતંક ફેલાવે છે. “સશસ્ત્ર સંઘર્ષોમાં નાગરિકોનું રક્ષણ” વિષય પર UNSCની વાર્ષિક ચર્ચા દરમિયાન આ ચર્ચા થઈ હતી.

ભારતે કાશ્મીર મુદ્દા પર આપ્યો જવાબ

 

UNSC માં કાશ્મીર મુદ્દો ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. તેણે પાકિસ્તાનનો હિંસક ચહેરો પણ વિશ્વ સમક્ષ ઉજાગર કર્યો. બેઠક દરમિયાન, પાકિસ્તાનના પ્રતિનિધિએ UNSCમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વતનેનીએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. ભારતીય રાજદૂતે કહ્યું કે, “એ ખૂબ જ વિચિત્ર અને હાસ્યાસ્પદ છે કે નરસંહારનો લાંબો અને કલંકિત ઇતિહાસ ધરાવતો પાકિસ્તાન આજે એવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યો છે જે સંપૂર્ણપણે ભારતના આંતરિક મામલા છે.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ભારતે પાકિસ્તાનના કાબુલ હુમલા કૌભાંડનો કર્યો પર્દાફાશ

 

ભારતે આ વર્ષે માર્ચમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના હવાઈ હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ભારતે વૈશ્વિક મંચ પર આ મુદ્દો ઉઠાવીને પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. ભારતીય રાજદૂત પર્વતાનેનીએ કહ્યું કે, “દુનિયા એ ભૂલી નથી કે માર્ચમાં, રમઝાનના પવિત્ર મહિનામાં, જ્યારે સર્વત્ર શાંતિ અને પૂજાનું વાતાવરણ હતું, ત્યારે પાકિસ્તાને કાબુલની ‘ઉમીદ વ્યસન મુક્તિ હોસ્પિટલ’ પર બર્બર હવાઈ હુમલો કર્યો હતો.”

 

ભારતે સંયુક્ત રાષ્ટ્રના ડેટાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ કાયરતાપૂર્ણ હુમલામાં 269 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને અન્ય 122 ઈજાગ્રસ્ત થયા હતા. ભારતે જણાવ્યું હતું કે, હોસ્પિટલને કોઈપણ રીતે લશ્કરી સ્થાપન ગણી શકાય નહીં. ભારતે જણાવ્યું હતું કે હુમલો, ત્યારે થયો હતો જ્યારે લોકો સાંજની નમાજ પછી મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા.

 

આ પણ વાંચો : સાવધાન: અમદાવાદમાં કાલુપુર બ્રિજ આવતીકાલથી ચાર દિવસ માટે બંધ રહેશે, જાણો હવે ક્યાંથી જઈ શકાશે

Back to top button