ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત મહત્ત્વપૂર્ણ ફેરફારો માટે સજ્જ: CJI ચંદ્રચુડે ત્રણ નવા કાયદાઓની કરી પ્રશંસા

  • ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈથી અમલમાં આવશે

નવી દિલ્હી, 20 એપ્રિલ: ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે ભારતીય દંડ સંહિતા (IPC), દંડ પ્રક્રિયાની સંહિતા (CRPC) અને પુરાવા અધિનિયમ((Evidence Act)ને બદલવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદાઓની પ્રશંસા કરી છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નવા કાયદાઓ અંગે આયોજિત એક કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે, “ત્રણેય નવા કાયદા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારત તેની ફોજદારી ન્યાય પ્રણાલીમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો માટે તૈયાર છે.” ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈ, 2024થી અમલમાં આવશે. તેમના અમલીકરણ સાથે, દેશની ફોજદારી ન્યાય પ્રણાલી સંપૂર્ણપણે બદલાઈ જશે. આ નવા કાયદાના અમલીકરણ સાથે, જૂના કાયદા IPC, CRPC અને એવિડન્સ એક્ટ નાબૂદ થઈ જશે.

 

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, એટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ હાજર હતા. નવા કાયદાઓનું અમલ થશે. જો કે, હિટ-એન્ડ-રન કેસ સંબંધિત જોગવાઈનો તાત્કાલિક અમલ કરવામાં આવશે નહીં. આ ત્રણેય કાયદા ગયા વર્ષે 21 ડિસેમ્બરે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 ડિસેમ્બરે તેમને મંજૂરી આપી હતી.

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે શું કહ્યું?

CJI ચંદ્રચુડે કહ્યું કે, ‘નવા કાયદાઓએ ફોજદારી ન્યાય પર ભારતના કાયદાકીય માળખાને નવા યુગમાં પરિવર્તિત કર્યું છે. જો આપણે નાગરિકો તરીકે તેને અપનાવીએ તો નવા કાયદા ચોક્કસપણે સફળ થશે. પીડિતોના હિતોનું રક્ષણ કરવા અને ગુનાઓની તપાસ અને કાર્યવાહીને અસરકારક રીતે ચલાવવા માટે આ ત્રણ કાયદાઓમાં ખૂબ જ જરૂરી સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છે. સંસદ દ્વારા આ કાયદાઓ પસાર કરવા એ સ્પષ્ટ સંકેત છે કે ભારત બદલાઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે, અને વર્તમાન પડકારોનો સામનો કરવા માટે નવી કાનૂની જરૂરિયાતોને અપનાવી રહ્યું છે.’

CJIએ વધુમાં કહ્યું કે, ‘જૂના કાયદાઓ (IPC, CRPC, એવિડન્સ એક્ટ)ની સૌથી મોટી ખામી એ હતી કે, તે ખૂબ જૂના હતા. આ કાયદા અનુક્રમે 1860 અને 1873થી અમલમાં હતા. સંસદ દ્વારા નવા કાયદાઓ પસાર થવું એ સ્પષ્ટ સંદેશ છે કે, ભારત બદલાઈ રહ્યું છે અને વર્તમાન પડકારોનો સામનો કરવા માટે આપણને નવા માર્ગોની જરૂર છે, જે આપણે નવા કાયદા દ્વારા મેળવવા જઈ રહ્યા છીએ. નવા કાયદા અનુસાર, દરોડા દરમિયાન પુરાવાઓનું ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ થશે, જે ફરિયાદની તેમજ નાગરિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરશે.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે આગળ કહ્યું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)માં ટ્રાયલ અને નિર્ણય માટે સમયરેખા નક્કી કરવી એ એક સુખદ પરિવર્તન છે. પરંતુ અદાલતોમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, નહીં તો નવા કાયદા હેઠળ નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા મુશ્કેલ બનશે. તાજેતરમાં, મેં દેશના તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીને નવા કાયદાઓ માટે ન્યાયાધીશો, પોલીસ, વકીલો સહિત તમામ હિતધારકોને તાલીમ આપવાનું કહ્યું હતું. આપણી જૂની ફોજદારી ન્યાય પ્રણાલીમાં ખામી એ રહી છે કે, ગંભીર અને નાના ગુનાઓને સમાન દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. નવા કાયદામાં આ બદલાવ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ: DDનો લોગો ભગવો થતાં વિપક્ષો થયા ભારે નારાજ, સરકાર પર કર્યા પ્રહાર

Back to top button