ટી-20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવી ભારત પહોંચ્યું ફાઇનલમાં
- રોહિત શર્માની શાનદાર ફિફ્ટી : કુલદીપ-અક્ષરની 3-3 વિકેટ તો બુમરાહની 2 વિકેટ : અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ જાહેર : ભારત આવતીકાલે ફાઇનલમાં દ.આફ્રિકા સામે ટકરાશે
ગયાના, 28 જૂન: ટી20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે હાંસલ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટિમ માત્ર 103 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી. હવે આવતીકાલે ભારત ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
#T20WorldCup Final inbound 🔥#INDvENG pic.twitter.com/JS62apc1Qy
— ICC (@ICC) June 28, 2024
𝙄𝙣𝙩𝙤 𝙏𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡𝙨! 🙌 🙌#TeamIndia absolutely dominant in the Semi-Final to beat England! 👏 👏
It’s India vs South Africa in the summit clash!
All The Best Team India! 👍 👍#T20WorldCup | #INDvENG pic.twitter.com/yNhB1TgTHq
— BCCI (@BCCI) June 27, 2024
અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા બટલર, મોઈન અલી અને બેયરસ્ટોની મહત્વની 3 વિકેટો ઝડપી હતી. જેના પરિણામે અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
કુલદીપ-અક્ષરની 3-3 વિકેટ
બેટીંગમાં રોહિત-સૂર્યાએ પણ શાનદાર પ્રદર્શન દર્શાવ્યુ હતું. રોહિત શર્માની 57 રનની તથા સૂર્યકુમાર યાદવ 47 રનની દમદાર બેટિંગ જોવા મળી હતી. જે બાદ બોલિંગમાં અક્ષર અને કુલદીપે ઈંગ્લેન્ડના બેટરોને ઘૂંટણિયે પાડી દીધા હતા. ભારત તરફથી કુલદીપ-અક્ષરે 3-3 વિકેટ લીધી હતી અને બુમરાહે 2 વિકેટ લીધી હતી.
આ પણ જુઓ: ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચતા કેપ્ટન રોહિતની આંખો આંસુઓથી ભરાઈ આવી, વીડિયો વાયરલ