ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

દેશના જીડીપી અંદાજમાં ઈન્ડિયા રેટિંગ્સે સુધારો કર્યો

Text To Speech
  •  2024ના નાણાકીય વર્ષ માટે અગાઉ જીડીપી અંદાજ 5.9 ટકા હતો તે વધારી 6.2 ટકા કર્યો

રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા નાણાકીય વર્ષ 2024 માટે દેશના જીડીપી દરના અંદાજમાં સુધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયા રેટિંગ્સે અગાઉ 2024માં ભારતનો જીડીપી દર 5.9 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો તે હવે સુધારીને 6.2 કર્યો છે.

રેટિંગ એજન્સી દ્વારા વિવિધ કારણસર જીડીપી અંદાજમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમ કે- સરકાર દ્વારા કૅપિટલ એક્સપેન્ડિચર ખર્ચ, ભારતીય કંપનીઓ તેમજ બેંકોની બેલેન્સ શીટમાં થયેલો સુધારો, વૈશ્વિક કૉમોડિટી ભાવોમાં થયેલો ઘટાડો તથા ખાનગી ક્ષેત્ર દ્વારા કૅપિટેલ એક્સપેન્ડિચરમાં વધારો થવાની સંભાવના જેવાં પરિબળોનો સમાવેશ થાય છે.

આરબીઆઈ દ્વારા અગાઉ 2024ના નાણાકીય વર્ષમાં જીડીપીનો દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવેલો છે.

Back to top button