સ્પોર્ટ્સ ડેસ્કઃ બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ટીમ માટે રવિવારનો દિવસ શાનદાર રહ્યો. રવિવારે કુલ 15 મેડલ સાથે ભારતીય ટીમ મેડલ ટેલીમાં 5મા સ્થાને પહોંચી ગઈ છે. ભારતને અત્યાર સુધીમાં કુલ 55 મેડલ મળ્યાં છે. જેમાં 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ છે. ટોચના 3 સ્થાને ક્રમશઃ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા છે. ટોચના 10 દેશોની મેડલ ટેલી નીચે મુજબ છે
દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રોન્ઝ | કુલ |
ઓસ્ટ્રેલિયા | 66 | 55 | 53 | 174 |
ઈંગ્લેન્ડ | 55 | 59 | 52 | 166 |
કેનેડા | 26 | 31 | 34 | 91 |
ન્યૂઝીલેન્ડ | 19 | 12 | 17 | 48 |
ભારત | 18 | 15 | 22 | 55 |
સ્કોટલેન્ડ | 12 | 11 | 26 | 49 |
નાઇજીરીયા | 12 | 9 | 14 | 35 |
વેલ્સ | 8 | 6 | 13 | 27 |
દક્ષિણ આફ્રિકા | 7 | 9 | 11 | 27 |
ઉત્તરી આયર્લૅન્ડ | 7 | 7 | 4 | 18 |
છેલ્લા દિવસે દાવ પર લાગેલા 6 મેડલ
રવિવારે વધુ સારા પ્રદર્શન બાદ CWG 2022ના છેલ્લા દિવસે એટલે કે આજે ભારતીય ખેલાડીઓ 6 ફાઇનલ ઇવેન્ટમાં ભાગ લેશે. ભારતીય હોકી ટીમ પોતાની અંતિમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. મહિલા સિંગલ્સ બેડમિન્ટનમાં પીવી સિંધુ તેની અંતિમ મેચમાં ગોલ્ડ મેડલ મેળવવા પર રહેશે. લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પોતાની અંતિમ મેચ રમશે. ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં શરથ આજે ફાઇનલ મેચ રમશે. જ્યારે સાથિયાન તેની બ્રોન્ઝ મેડલ મેચ રમશે. મેન્સ ડબલ્સ બેડમિન્ટનની ફાઈનલ મેચમાં સાત્વિક અને ચિરાગની જોડી પોતાની અંતિમ મેચમાં છે.