ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ભારત ઘરેલુ કોલસાના ટ્રેડિંગ માટે એક્સચેંજ સ્થાપશે

Text To Speech

સિંગાપુર, 13 માર્ચઃ ભારતમાં ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત ખાણોમાં કોલસાના વધી રહેલા ઉત્પાદનની વચ્ચે ઘરેલુ સ્તરે ઉત્પન્ન કરાયેલ કોલસાની ખરીદી અને વેચાણ કરવા માટે કોલ ટ્રેડિંગ એક્સચેંજની India proposes to set up trading exchange for domestic coal સ્થાપના કરવાનું સરકાર વિચારી રહી છે.

નોંધનીય છે કે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર ચાલુ દાયકાના પ્રારંભમાં કોલસાના ઉત્ખનન માટે ખાનગી કંપનીઓને લીલીઝંડી આપી હતી, અને વિશ્વના સૌથી મોટા માઇનર કોલ ઇન્ડિયાની વર્ષો ચાલી આવતી ઇજારાશાહી પર બ્રેક મારી હતી. ખાનગી કંપનીઓ દ્વાલા 2030 સુધીમાં કોલસાનું 350-400 મિલીયન મેટ્રિક ટનનું ઉત્પાદન કરવામાં આવે તેવી શક્યતા સેવાય છે.

“દેશમાં સ્થાનિક કોલસાની ઉપલબ્ધતામાં વધારો થવાના સંજોગોમાં, કોલસાના વેચાણ માટે સ્પર્ધાત્મક બજારોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કોલસા ક્ષેત્રમાં વધુ સુધારા લાવવાની જરૂર છે,” એમ કોલસા મંત્રાલયે 7 માર્ચના રોજ એક નોટિસમાં જણાવ્યું હતું.

કોલ ઇન્ડિયા હાલમાં 1 અબજ ટનથી વધુ કોલસાના ઉત્ખનનમાં લગભગ ત્રણ ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે, જે ચીન પછી બીજા ક્રમનું સૌથી મોટું કોલસા માર્કેટ ધરાવે છે. નોટિસમાં જણાવ્યુ હતુ કે પ્રસ્તાવિત એક્સચેન્જ કોમર્શિયલ માઇનર્સ અને ખાણકામ કરનારાઓને કોલ ઇન્ડિયા સહિત જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે સરપ્લસ કોલસો વેચવા માટે એક બજાર પૂરું પાડશે, અને ઉમેર્યું હતું કે તેનો હેતુ હાલના “વન-ટુ-મેની” વેચાણ મોડેલને બદલીને “મેની-ટુ-મેની” પ્લેટફોર્મમાં પરિવર્તિત કરવાનો છે.

આ પણ વાંચોઃ આરબીઆઇ ઇન્ડસઇન્ડ બેન્કના ધબડકા વચ્ચે બેન્કોની ડેરિવેટીવ્ઝ બુક તપાસી રહી છે

Back to top button