ભારતીય સંસદીય પેનલે સ્થાનિક ઉત્પાદન વધારવા ટેરિફ ઘટાડવા કહ્યું


નવી દિલ્હી, 22 માર્ચઃ સ્થાનિક ઉદ્યોગને ટેકો આપવા માટે કાચા માલની આયાત પર ટેરિફમાં ઘટાડો કરવાની ભારતીય સંસદીય સમિતિએ ભલામણ કરી છે. વેપાર અને વાણિજ્ય કાયદાનું નિરીક્ષણ કરવા માટે સ્થાપવામાં આવેલી આ સમિતિએ જણાવ્યુ હતુ કે આયાત કરાતા કાચા માટે જે ટેરિફ લાદવામાં આવી છે તે હાલના સ્તરેથી નીચે લાવવી જોઇએ. નોંધનીય છે કે વોશિંગ્ટોન સાથે ઝળૂંબી રહેલી વેપાર વાટાઘાટોને પગલે શક્યતઃ વધુ દબાણ થવાની શક્યતા સેવાય છે.
ભારત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વહીવટીતંત્ર સાથે વેપાર સંઘિ પર વાટાઘાટની તૈયારી કરી રહ્યુ છે, જેમાં ભારતમાં આવતી ચીજો પરની જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે દબાણ કરવામાં આવશે. ભારતે વધુમાં ચાલુ વર્ષે યુરોપિયન યુનિયન અને ન્યૂઝીલેન્ડ સાથે વેપાર સંધિને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે અને વેપાર સોદા માટે બ્રિટન સાથે પણ વાટાઘાટ શરૂ કરી છે.
સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં અમેરિકી વેપાર વાટાઘાટોનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ તેમાં સ્થાનિક ઉદ્યોગો માટે સમાન તક પૂરી પાડવાની હિમાયત કરવામાં આવી છે.
“સમિતિ મેચિંગ ટેરિફ ઘટાડાનો અમલ કરવાની ભલામણ કરે છે જે તૈયાર માલ પર ઓછી આયાત જકાતના પ્રતિભાવમાં કાચા માલ પરના ટેરિફને એડજસ્ટ કરે છે,” તેમ જણાવ્યું હતું.
સમિતિની ભલામણ કહેવાતા ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર્સ અથવા એવા બનાવોને સુધારવાનો પ્રયાસ કરે છે જ્યાં કાચા માલ અને મધ્યવર્તી માલની આયાત પરની ટેરિફ ઇનકમિંગ ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પરની જકાત કરતાં વધુ હોય છે, જે સ્થાનિક ઉત્પાદન પર આયાતને અસરકારક રીતે પ્રોત્સાહિત કરે છે.
સમિતિએ એવા ક્ષેત્રોને ઓળખવા માટે તમામ વર્તમાન મુક્ત વેપાર કરારોની વ્યાપક સમીક્ષા કરવા માટે પણ જણાવ્યું હતું જ્યાં કાચા માલ પરના ટેરિફ અંતિમ તૈયાર માલ કરતાં વધુ હોય છે.
આ પણ વાંચોઃ 295 ભારતીયોને ટૂંક સમયમાં પરત મોકલાય તેવી શક્યતા