ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી થશે ટક્કર, BCCIએ કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત
ટીમ ઈન્ડિયાનો દબદબો પહેલા એશિયા કપ અને પછી વર્લ્ડ કપ 2023માં જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ જીત્યો હતો પરંતુ વર્લ્ડ કપની ફાઇનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, બંને ટૂર્નામેન્ટમાં એક વાત સરખી રહી – ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પર એકતરફી વિજય. એશિયા કપ અને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કરે ચાહકોનું મનોરંજન કર્યું હતું. હવે ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવા જઈ રહી છે, જેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ મુકાબલો આવતા મહિને અંડર-19 એશિયા કપમાં થશે.
🚨 NEWS 🚨
India U19 squad for ACC Men’s U19 Asia Cup announced
Details 🔽https://t.co/dZHCSv32a6
— BCCI (@BCCI) November 25, 2023
BCCIએ અંડર-19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. UAEમાં 8મી ડિસેમ્બરથી શરૂ થનારી 8 ટીમોની આ ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIની જુનિયર ક્રિકેટ કમિટીએ ટીમ ઈન્ડિયાની કમાન પંજાબ ક્રિકેટ એસોસિએશનના 19 વર્ષીય ઓલરાઉન્ડર ઉદય સહારનને સોંપી છે, જ્યારે મધ્યપ્રદેશના સૌમ્ય કુમાર પાંડે ટીમના ઉપ-કેપ્ટન છે.
વર્લ્ડ કપની તૈયારી કરવાની તક
15 સભ્યોની આ ટીમમાં મુંબઈ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત કુલ 12 રાજ્ય એસોસિએશનના ખેલાડીઓને તક મળી છે. અગાઉની અંડર-19 ટીમની કેપ્ટનસી દિલ્હીના યશ ઢુલને આપવામાં આવી હતી, પરંતુ આ વખતે દિલ્હીનો કોઈ ખેલાડી આ ટીમનો ભાગ નથી. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારા અંડર-19 વર્લ્ડ કપની તૈયારી તરીકે કામ કરશે અને તેના માટે ટીમની પસંદગીનો આધાર પણ બનશે.
ભારત-પાકિસ્તાન એક ગ્રુપમાં
આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, જાપાન, યુએઈ અને નેપાળની ટીમો પણ ભાગ લેશે. પ્રથમ સેમિફાઇનલ અને ફાઇનલ સિવાયની તમામ મેચો દુબઇની આઇસીસી એકેડમીમાં રમાશે. સેમી ફાઈનલ અને ફાઈનલ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળ એક ગ્રુપમાં છે. ટૂર્નામેન્ટની શરૂઆત 8મી ડિસેમ્બરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટક્કરથી થશે, જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ 10મી ડિસેમ્બરે રમાશે. ફાઈનલ 17મી ડિસેમ્બરે યોજાશે. ભારતે અત્યાર સુધી 9 વખત આયોજિત ટૂર્નામેન્ટ 8 વખત જીતી છે.
ભારતની ટીમ
ઉદય સહારન (કેપ્ટન), અરશિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, અરવેલ્લી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર) ), ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી. અનામત- પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન.
ભારતનું શિડયૂલ
8 ડિસેમ્બર- ભારત vs અફઘાનિસ્તાન
10 ડિસેમ્બર- ભારત vs પાકિસ્તાન
12 ડિસેમ્બર- ભારત vs નેપાળ