ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

લંડનમાં મેયરપદની ચૂંટણીઃ આ વખતે ભારતીય મૂળના ઉમેદવારનું પલ્લું ભારે

  • લંડનના મેયર પદ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે જંગ
  • મેયર પદ માટે ભારતીય મૂળના અને પાકિસ્તાનની મૂળના બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી
  • સાદિક ખાન હાલમાં લંડનના મેયર છતાં ભારતીય મૂળના લંડનના બિઝનેસમેન તરુણ ગુલાટીનું પલ્લું ભારે

લંડનઃ લંડનમાં મેયર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના ઉમેદવાર તરીકે એક બાજુ ભારતીય છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાની ઉમેદવાર ઊભા રહેવાની સંભાવના છે. ભારતીય અને પાકિસ્તાની મૂળના બે ઉમેદવારો વચ્ચે જોરદાર સ્પર્ધા થવા જઈ રહી છે. જેમાં ભારતીય મૂળના તરુણ ગુલાટી લંડનના આગામી મેયર બની શકે છે. ગુલાટીની સ્પર્ધા પાકિસ્તાની મૂળના સાદિક ખાન સાથે છે. જો કે આ મેયર પદ માટેની ચૂંટણીમાં ભારતીય મૂળના બિઝનેસમેન તરુણ ગુલાટીનું પલ્લું ભારે છે. હાલમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ભારતીય મૂળના છે. હવે ભારતીય મૂળના ઉમેદવાર પણ લંડનના મેયર પદ માટે ચૂંટાઈ શકશે. લંડનના બિઝનેસમેન તરુણ ગુલાટીએ મે 2024ની મેયરની ચૂંટણી માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. આ દાવામાં તરુણ ગુલાટીએ આશા વ્યક્ત કરી છે કે તેઓ લંડનના આગામી મેયર બની શકે છે. 63 વર્ષીય ગુલાટી ગયા મહિને તે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતમાંથી લંડનના મેયરપદ માટે દાવેદારી જાહેર કરી હતી. સાદિક ખાન હાલમાં લંડનના મેયર છે.

પાકિસ્તાની મૂળના સાદિક ખાન સામે ચૂંટણી લડશે ગુલાટી

તરુણ ગુલાટી પાકિસ્તાની મૂળના સાદિક ખાનનો મેયરના પદ માટે સામનો કરશે. તરુણ ગુલાટીએ કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે લંડન વિશ્વનું ટોચનું વૈશ્વિક શહેર બની રહે. એક શહેર જ્યાં લોકો સુરક્ષિત છે, જ્યાં લોકો સુરક્ષિત અને સશક્ત અનુભવે છે અને જ્યાં પ્રગતિની તકો છે. તરુણ ગુલાટીએ કહ્યું કે લંડનમાં નીચલા અને મધ્યમ વર્ગના લોકો માટે ઘણું કરવાની જરૂર છે. ગુલાટીએ આશા વ્યક્ત કરી હતી કે તેમણે રજૂ કરેલા વિચારો મતદારોને ગમશે.

લંડનમાં બધાએ એકજૂટ રહેવું જોઈએ, આ મારો પ્રયત્ન રહેશેઃ ગુલાટી

તરુણ ગુલાટીએ કહ્યું કે લંડનના મેયર તરીકે તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે લંડનમાં રહેતા વિવિધ દેશોના લોકો વચ્ચે એકતા રહે અને લોકો વચ્ચેના સંબંધો હોવા જોઈએ. ઉપરાંત, પોસાય તેવાં મકાનો આપવા તેમની પ્રાથમિકતા રહેશે. ગુલાટી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. લેબર પાર્ટી તરફથી સાદિક ખાન અને કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી સુઝાન હિલ ચૂંટણી લડશે. જો સુઝાન હિલ ચૂંટણી જીતશે તો તે લંડનની પ્રથમ મહિલા મેયર બનશે.

આ પણ વાંચો: બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે દિવાળી પહેલા ખાસ કાર્યક્રમની કરી યજમાની

Back to top button