ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકોને લાગ્યો ઝટકો, ટિકિટના ભાવ 1 લાખ સુધી પહોંચ્યા

Text To Speech

HD ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. જેમાં અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ ઉપરાંત કુલ 5 મેચ રમાવાની છે. આ 5 મેચોમાં ઓપનિંગ અને ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

14 ઓક્ટોબરના રોજ રમાશે: ક્રિકેટરસિકોમાં સૌથી વધુ ઉત્સાહ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ અંગે જ જોવા મળી રહ્યો છે. જે 15 ઓક્ટોબરના બદલે હવે 14 ઓક્ટોબરના રોજ રમાશે. ICCએ જણાવ્યું કે આ મેચની ટિકિટો 3 સપ્ટેમ્બરના રોજથી ઓનલાઈન ખરીદી શકાશે.

A-H બ્લોક્સની ટિકિટ 4500: ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટોની કિંમત 2000થી લઈ 1 લાખ સુધીનો રહી શકે છે. રિપોર્ટ્સ અનુસાર કે-એલ-પી-ક્યૂ બ્લોક્સની ટિકિટનો ભાવ 2000 રહી શકે છે. J-R  બ્લોક્સની ટિકિટની કિંમત 2500 તથા B-C-F-G બ્લોક્સની ટિકિટ 3500 રહી શકે છે.  આ સાથે M-N બ્લોક્સની ટિકિટ 4000 અને A-H બ્લોક્સની ટિકિટ 4500માં મળી શકે છે.

સૌથી મોંઘી ટિકિટ: D-E બ્લોક્સની ટિકિટની કિંમત 6000 રૂપિયા છે. સાઉથ પ્રીમિયમ ઈસ્ટ અને વેસ્ટની ટિકિટો 10000માં જ્યારે પ્રેસિડન્ટ ગેલેરીની ટિકિટ 25000માં વેચાઈ શકે છે. પ્રેસિડન્ટ સુઈટ એલ5 અને રિલાયન્સ બોક્સની ટિકિટ 75,000 રહી શકે છે. સૌથી મોંઘી ટિકિટ પ્રેસિડન્ટ સુઈટ એલ4ની રહેશે, જે 1 લાખ સુધીની રહી શકે છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનારે બોક્સ ઓફિસથી ટિકિટ કલેક્ટ કરવી જ પડશે, કારણ કે- બોર્ડે ઈ-ટિકિટ વર્લ્ડ કપમાં નહીં ચાલે એ સ્પષ્ટ કર્યું હતું. જોકે, દર્શકો માટે ઓફલાઈન ટિકિટ મેળવવાના સ્થળ વધારવામાં આવી શકે છે.

Back to top button