2027ના વર્લ્ડ કપ સુધીમાં ટીમ ઈંડિયા 27 મેચ રમશે, જોઈ લો બે વર્ષમાં ક્યાં અને કોની સામે મેચ રમાશે

નવી દિલ્હી, 13 માર્ચ 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ વન ડે ક્રિકેટમાં ભારતનો ટાર્ગેટ 2027નો વન ડે વિશ્વ કપ હશે. ત્યારે આવા સમયે ટીમ ઈંડિયાનું વર્લ્ડ કપ 2027 સુધી ODI શિડ્યૂલ કેવું છે, તે અહીં જાણી શકશો. રોહિત શર્મા એન્ડ કંપની આગામી આઈસીસી વન ડે ટૂર્નામેન્ટ કૂલ 9 સિરીઝ રમશે, જેમાં 27 મેચ રમાશે. આ ઉપરાંત ટૂર્નામેન્ટ નજીક અમુક બીજી વન ડે મેચનું પણ શિડ્યૂલ છે. જો કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના થોડા મહિના સુધી તો કોઈ પણ વન ડે મેચ નહીં રમાશે નહીં. ત્યારે આવા સમયે જાણી લઈએ કે, 2027 સુધી ટીમ ઈંડિયાનું વન ડે શિડ્યૂલ કેવું છે અને કઈ ટીમ સાથે ભારતની ક્યારેય મેચ રમાવાની છે.
2027નો વન ડે વિશ્વ કપ ઓક્ટોબરથી ડિસેમ્બરની આજુબાજુમાં યોજાશે. તે અગાઉ ભારતીય ટીમ ભરપૂર મેચ રમવાની છે. 2023 વન ડે વિશ્વ કપ બાદ ખૂબ જ ઓછી વન ડે મેચ રમાશે. ત્યારે આવા સમયે ટી20 વિશ્વ કપ 2026 બાદ વન ડે મેચોની ભરમાર થશે. રોહિત શર્મા અને તેમની ટીમ 2027 વિશ્વ કપ પહેલા 27 વન ડે મેચ રમશે. 8 ટીમો વિરુદ્ધ 3-3 મેચની વન ડે સિરીઝ ભારતને રમવાની છે. એક દેશ વિરુદ્ધ ભારત બે વાર સિરીઝ રમશે.
ભારત આગામી ODI શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે એક-એક વખત રમશે, જ્યારે તે ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ સામે બે વાર રમશે. નવ શ્રેણીમાંથી, ભારત છ શ્રેણી ઘરઆંગણે રમશે, જ્યારે બાકીની શ્રેણી દેશની બહાર યોજાશે. તેની શરૂઆત ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસથી થશે, જે આ વર્ષે રમાશે. ભારત ઓક્ટોબર-નવેમ્બર 2025માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ મેચની ODI શ્રેણી રમવાનું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે.
જાન્યુઆરી 2026 માં, ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં એક ODI શ્રેણી રમશે. આ પછી, ભારતે જૂનમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની શ્રેણી રમવાની છે. જુલાઈ 2026 માં, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડના પ્રવાસ પર એટલી જ સંખ્યામાં ODI મેચ રમવાની રહેશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરવાની છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે વનડે શ્રેણી રમાશે. ડિસેમ્બર 2026 માં ભારત શ્રીલંકન ટીમનું વનડે શ્રેણી માટે આયોજન કરશે.
2027 વર્લ્ડ કપ સુધી ટીમ ઈંડિયાનું સંભવિત શિડ્યૂલ આ મુજબનું રહેશે
આ પણ વાંચો: IPL 2025: 22 તારીખથી ક્રિકેટનો મહાકુંભ શરુ, KKR વિરુદ્ધ RCB, શ્રેયસના ગયા બાદ રહાણેની આવી હશે ટીમ ઈલેવન