ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતે બ્રિટિશ હાઈ કમિશનરની PoKની મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 13 જાન્યુઆરી: ભારતે ઈસ્લામાબાદમાં બ્રિટિશ હાઈ કમિશનરની PoKની મુલાકાત સામે સખત વાંધો ઉઠાવ્યો છે. બ્રિટિશ હાઈ કમિશનરે આ મુલાકાત 10 જાન્યુઆરીએ કરી હતી. આ દરમિયાન બ્રિટનના વિદેશ કાર્યાલયના એક અધિકારી પણ તેમની સાથે હતા. હવે ભારતીય વિદેશ મંત્રાલયે આ વાંધાજનક મુલાકાતને ખૂબ ગંભીરતાથી લીધી છે. ભારતે કહ્યું છે કે બ્રિટિશ હાઈ કમિશનરનું પીઓકેમાં આ રીતે જવું એ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. ભારતે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના તમામ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો ભાગ છે અને હંમેશા રહેશે.

ભારતે બ્રિટિશ અધિકારીની મુલાકાત પર વિરોધ કર્યો

બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટે બ્રિટિશ અધિકારીઓ સાથે PoK વિસ્તારના મીરપુરની મુલાકાત લીધી હતી. ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર સમક્ષ આ અંગે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. મહત્ત્વનું છે કે, ગયા વર્ષે ઑક્ટોબરમાં પાકિસ્તાનમાં યુએસ હાઈ કમિશનર ડોનાલ્ડ બ્લોમ પણ PoK પહોંચ્યા હતા. આ પછી ભારતે અમેરિકા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની પણ અપીલ કરી છે.

જેન મેરિયટે X પર પોસ્ટ કરીને માહિતી આપી

ઉલ્લેખનીય છે કે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટે મીરપુરની મુલાકાત લીધા બાદ ટ્વિટર પર એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં મેરિયટે લખ્યું હતું કે મીરપુર તરફથી સલામ. તે બ્રિટન અને પાકિસ્તાનના લોકો વચ્ચેના પરસ્પર સંબંધોનું કેન્દ્ર છે. તેમણે આગળ લખ્યું કે 70 ટકા બ્રિટિશ પાકિસ્તાની મૂળ મીરપુરથી છે. જેના કારણે પ્રવાસીઓના હિત માટે અમારું સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ બની ગયું છે. બ્રિટિશ હાઈ કમિશનરની મુલાકાત પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ,  બ્રિટિશ રાજદૂત વિરુદ્ધ ભારતીયોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  મોટી સંખ્યામાં લોકો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને જેન મેરિયટ સામે પગલાં લેવાની માગ પણ કરી છે.

આ પણ વાંચો: રાજનાથસિંહની લંડનમાં PM સુનક સાથે મુલાકાત, સંબંધો મજબૂત કરવા થયા સંમત

Back to top button