વર્લ્ડ કપમાં 13 વર્ષ પછી આફ્રિકા સામે હાર્યું ભારત : ખરાબ ફિલ્ડિંગ અને બેટિંગ રહી ભારતની હારનું કારણ
સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું. પર્થ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમારા બેટ્સમેન વધુ કંઈ કરી શક્યા ન હતા. ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. જો કે સૂર્યકુમાર યાદવે 68 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો : ભારતની હાર પાકિસ્તાન બહાર : સાઉથ આફ્રિકાની 5 વિકેટથી જીત
ક્ષ્યનો પીછો કરતાં જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી એડમ માર્કરામ અને ડેવિડ મિલરે અડધી સદી ફટકારી હતી. વર્ષ 2009 પછી આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હોય.
નબળી ફિલ્ડિંગ રહી હારનું કારણ
આફ્રિકાની ટીમે એક સમયે 24 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ભારતની નબળી ફિલ્ડિંગનો ફાયદો ઉઠાવીને માર્કરામ અને મિલરે ટીમની કમાન સંભાળી હતી. ભારતીય ફિલ્ડરોએ 3 રન આઉટની તક ગુમાવી હતી. આ ઉપરાંત, વિરાટ કોહલીએ માર્કરમનો એક સરળ કેચ છોડ્યો.ઉપરાંત રોહિતે એક રન આઉટનો મોકો પણ ગુમાવ્યો હતો.
Ninth score of fifty or more in T20Is in 2022 for Suryakumar Yadav ????#INDvSA | #T20WorldCup | ????: https://t.co/GI5MZQJSjA pic.twitter.com/65ZadokQj8
— ICC (@ICC) October 30, 2022
સૂર્યાની ફિફટી એળે ગઈ
સૂર્યકુમાર યાદવે આ મેચ દરમ્યાન T20 વર્લ્ડ કપમાં તેની બીજી ફિફ્ટી બનાવી હતી. જો કે તેની ફિફટી એળે ગઈ હતી. સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 68 રન બનાવ્યાં હતાં. આ દરમ્યાન સૂર્યકુમારની સ્ટ્રાઈક રેટ 170.00 રહી હતી. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા લાગાવ્યા હતા. સૂર્યાએ 30 બોલમાં ટી20માં તેની 11મી અર્ધસદી પૂર્ણ કરી હતી,
ભારતનો ફ્લોપ બેટિંગ ઓર્ડર
ભારતની હારનું એક કારણ તેનો ફ્લોપ બેટિંગ ઓર્ડર પણ રહ્યો હતો. બેટિંગ કરતાં પ્રથમ ઓવરમાં ભારતનું ખાતું ખૂલ્યું ન હતું. બંને ઓપનર પાવરપ્લેમાં જ પેવેલિયન પરત ફર્યા હતા.ત્યારબાદ વિરાટ કોહલી પણ 12 રન બનાવી આઉટ થઈ ગયો હતો અને હાર્દિક પંડ્યા માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ ચારેય વિકેટો એનગીડીએ લીધી હતી. આ સિવાય દીપક હુડ્ડા 0 રન બનાવીને આઉટ થયો હતો. ઉપરાંત દિનેશ કાર્તિક 6 રન ,અશ્વિન 7 રન અને શમી 0 રન બનાવી આઉટ થયાં હતાં. જો કે ટીમ ઈન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. જોકે, ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં તેની ઈનિંગ અપૂરતી સાબિત થઈ હતી.
ડેવિડ મિલર અને માર્કરમની મેચ વિનિંગ ઇનિંગ્સ
દક્ષિણ આફ્રિકા માટે ડેવિડ મિલરે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 46 બોલમાં 59 રન બનાવ્યા હતા. આ ઉપરાંત માર્કરમે 41 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. જો કે અંતે 29 રનમાં 4 વિકેટ લેનાર લુંગી એનગીડીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.