આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતે ઇઝરાયેલ-હમાસ જંગ વચ્ચે માનવતાવાદી યુદ્ધવિરામના પ્રયાસોની કરી પ્રશંસા

  • ભારત યુદ્ધને ઘટાડવાની દિશામાં કરાયેલા તમામ પ્રયાસોને આવકારે છે : રુચિરા કંબોજ
  • ભારતીય નેતૃત્વનો સંદેશ ‘સ્પષ્ટ અને સુસંગત’ છે : ભારતીય પ્રતિનિધિ

સંયુક્ત રાષ્ટ્ર(UNGC), 21 નવેમ્બર: ભારતે હાલ ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે માનવતાવાદી યુદ્ધવિરામ માટેના પ્રયાસોની તેમજ પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના હેતુથી તણાવ ઘટાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી છે. UN જનરલ એસેમ્બલીની અનૌપચારિક બેઠકમાં  ભારતના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત રુચિરા કંબોજે સોમવારે જણાવ્યું હતું કે, “ભારત ઇસરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ઘટાડવાની દિશામાં કરાયેલા તમામ પ્રયાસોને આવકારે છે. ભારતીય નેતૃત્વનો સંદેશ ‘સ્પષ્ટ અને સુસંગત’ છે.

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં રુચિરા કંબોજ શું કહ્યું ?

ગાઝામાં પ્રવર્તતી માનવતાવાદી પરિસ્થિતિ પર UNGCની અનૌપચારિક ચર્ચામાં UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજ દ્વારા જણાવવામાં આવ્યું કે, ” ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયના તમામ પ્રયાસોને આવકારે છે જે સંઘર્ષને ઘટાડવાની દિશામાં પ્રયાસ કરે છે અને પેલેસ્ટાઈનના લોકોને તાકીદની માનવતાવાદી સહાયતાના વિતરણને સક્ષમ બનાવે છે. અમારા નેતાઓનો સંદેશ સ્પષ્ટ અને સુસંગત રહ્યો છે. અમે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સ્પષ્ટપણે વિરોધ કરીએ છીએ, સ્પષ્ટપણે હિંસાની સામે તેમજ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના પાલનની બાજુએ છીએ. જેની અમે ખાતરી કરીએ છીએ. તમામ બંધકોને બિનશરતી મુક્ત કરવામાં આવે અને તમામ પક્ષો શાંતિ અને સ્થિરતાની વહેલી તાકે શાંતિની પુનઃસ્થાપના માટે કામ કરે”

આ પણ વાંચોઃ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં પાંચ દિવસના યુદ્ધવિરામમાં બંધકોને કરાશે મુક્ત: રિપોર્ટ

બંને દેશો વચ્ચેના યુદ્ધનો હજુ સુધી કોઈ અંત નહીં 

ઉલ્લેખનીય છે કે હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ ઉપર આતંકવાદી હુમલા કર્યા હતા જેને પગલે ઈઝરાયેલ વળતી કાર્યવારી કરી રહ્યું છે. આ દરમિયાન બંને દેશો એકબીજા પર બોમ્બમારો કરી રહ્યા છે. તે જ સમયે, ઇઝરાયેલે હમાસના તમામ મહત્વપૂર્ણ ઠેકાણાઓને ખંડેરમાં ફેરવી દીધા છે. આ સમયે પણ ત્યાં બોમ્બ ધડાકા ચાલુ છે.

આ પણ જુઓ :ઉત્તરકાશી ટનલ દુર્ઘટના : 10 દિવસથી ફસાયેલા 41 મજૂરોનો થયો સંપર્ક

Back to top button