ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022એ તેના નવીનતમ આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટમાં ન્યાયની પહોંચ પ્રદાન કરનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં કર્ણાટક પ્રથમ ક્રમે છે. આ સિવાય દક્ષિણ ભારતના 3 રાજ્યો ટોપ ફાઈવમાં સામેલ છે. મંગળવારે જાહેર કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી અને ચંદીગઢને બાદ કરતાં કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ ન્યાયતંત્ર પર તેના કુલ વાર્ષિક ખર્ચના એક ટકાથી વધુ ખર્ચ કરતું નથી. રિપોર્ટમાં સામે આવ્યું છે કે હાઈકોર્ટમાં 30 ટકા જસ્ટિસની અછત છે. IJR એ જણાવ્યું કે ડિસેમ્બર 2022 સુધીમાં દેશમાં દર 10 લાખ લોકો માટે 19 જસ્ટિસ હતા અને 4.8 કરોડ કેસનો બેકલોગ હતો. 1987ની શરૂઆતમાં, કાયદા પંચે સૂચવ્યું કે એક દાયકા પછી દર 10 લાખ લોકો માટે 50 ન્યાયાધીશો હોવા જોઈએ. IJR ન્યાયતંત્રમાં ખાલી જગ્યાઓ, અંદાજપત્રીય ફાળવણી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ સંસાધન, કાનૂની સહાય, જેલોની સ્થિતિ, પોલીસ અને રાજ્ય માનવ અધિકાર કમિશનની કામગીરી જેવા વિવિધ પરિમાણો પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેન્ક આપે છે.
આ પણ વાંચો : RBI : બેંકોમાં જમા 35 હજાર કરોડનો કોઈ હકદાર નથી, શું તમે તો નથી ભૂલી ગયા ને ?
હાઈકોર્ટમાં 30 ટકા જગ્યાઓ ખાલી
1 કરોડથી વધુ વસ્તી ધરાવતા 18 મોટા અને મધ્યમ કદના રાજ્યોમાં કર્ણાટક ટોચ પર છે. તે પછી તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત અને આંધ્રપ્રદેશનો નંબર આવે છે. એક કરોડથી ઓછી વસ્તી ધરાવતા સાત નાના રાજ્યોની યાદીમાં સિક્કિમ ટોચ પર છે. અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા બીજા અને ત્રીજા સ્થાને છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 1.4 બિલિયન (140 કરોડ) લોકો માટે લગભગ 20,076 જજો છે. જેમાં 22 ટકા જેટલી મંજૂર જગ્યાઓ ખાલી છે. જ્યારે હાઈકોર્ટમાં 30 ટકા જગ્યાઓ ખાલી છે.
પોલીસમાં માત્ર 11 ટકા મહિલાઓ
પોલીસમાં માત્ર 11.75 ટકા મહિલાઓ જ નોકરી કરે છે. જ્યારે છેલ્લા એક દાયકામાં તેમની સંખ્યા બમણી થઈ ગઈ છે. ઓફિસરની લગભગ 29 ટકા જગ્યાઓ ખાલી છે. પોલીસની વસ્તીનું પ્રમાણ 152.8 પ્રતિ લાખ છે. જ્યારે, આંતરરાષ્ટ્રીય ધોરણ 222 છે. જેલોમાં 130 ટકાથી વધુ કેદીઓ છે અને બે તૃતીયાંશ કરતાં વધુ કેદીઓ (77.1 ટકા) તપાસ અથવા ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. IJR એ કહ્યું કે મોટાભાગના રાજ્યોએ કેન્દ્ર દ્વારા તેમને આપવામાં આવેલા ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કર્યો નથી અને પોલીસ, જેલો અને ન્યાયતંત્ર પરના તેમના ખર્ચમાં થયેલા વધારાને કારણે રાજ્યના ખર્ચમાં વધારો થયો નથી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ મદન બી લોકુરે જણાવ્યું હતું કે ત્રીજો IJR દર્શાવે છે કે વિવિધતા, તાલીમ અને માળખાગત સુવિધાઓ પર નવા પરિમાણો ઉમેરવાના સંદર્ભમાં અગાઉના બેની સરખામણીમાં રાજ્યો નોંધપાત્ર રીતે સુધરી રહ્યા છે.
મહિલા પોલીસ અધિકારીઓની અછત
પોલીસમાં મહિલા અધિકારીઓની અછત છે. કાનૂની સહાય વધુ સારું કામ કરી રહી છે પરંતુ હજુ પણ ઘણા લોકોને ગુણવત્તાયુક્ત મફત કાનૂની સહાય પૂરી પાડવાની જરૂર છે, આપણે લોકોનો વિશ્વાસ વધારવાની જરૂર છે. કર્ણાટક એકમાત્ર રાજ્ય છે જેણે પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલરી બંને માટે SC, ST અને OBC પોસ્ટ્સ માટે સતત તેના ક્વોટાને પૂરો કર્યો છે. ન્યાયતંત્રમાં, ગૌણ/જિલ્લા અદાલત સ્તરે, કોઈપણ રાજ્ય ત્રણેય ક્વોટાને પૂર્ણ કરતું નથી. માત્ર ગુજરાત અને છત્તીસગઢે જ તેમનો SC ક્વોટા પૂરો કર્યો છે. અરુણાચલ પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડે તેમનો ST ક્વોટા પૂરો કર્યો છે. કેરળ, સિક્કિમ, આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ અને તેલંગાણાએ OBC ક્વોટા પૂરો કર્યો છે. ન્યાય પ્રણાલીમાં 10 મુખ્ય હોદ્દાઓમાંથી એક મહિલા છે. જ્યારે પોલીસ દળમાં મહિલાઓની કુલ ભાગીદારી લગભગ 11.75 ટકા છે. તે હજુ પણ ઓફિસર રેન્કમાં 8 ટકાથી ઓછો છે. હાઈકોર્ટના જજોમાં માત્ર 13 ટકા અને સબઓર્ડિનેટ કોર્ટના 35 ટકા જજ મહિલાઓ છે. મોટાભાગના રાજ્યોએ મહિલા પેનલ વકીલોનો હિસ્સો વધાર્યો છે. રાષ્ટ્રીય સ્તરે શેર 18 ટકાથી વધીને 25 ટકા થયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચારમાંથી એક પોલીસ સ્ટેશનમાં એક પણ સીસીટીવી નથી અને 10માંથી લગભગ ત્રણ પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક નથી.
આ પણ વાંચો : દેશની જેલોમાં ઉભરાવો, ક્ષમતા કરતાં વધુ કેદીઓ
હાઈકોર્ટમાં દર ચારમાંથી એક કેસ પાંચ વર્ષથી પેન્ડિંગ
આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા અને મધ્ય પ્રદેશને બાદ કરતાં, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિચારણા હેઠળ છે, જેમાં 60 ટકાથી વધુ વસ્તી છે. અહેવાલ જણાવે છે કે દર ચારમાંથી એક કેસ 28 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની ઉચ્ચ અદાલતોમાં પાંચ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની જિલ્લા અદાલતોમાં દર ચારમાંથી એક કેસ પાંચ વર્ષથી વધુ સમયથી પડતર છે.
જેલમાં વ્યક્તિ દીઠ રૂ. 43 ખર્ચવામાં આવ્યા
રાષ્ટ્રીય સ્તરે જેલોમાં માથાદીઠ ખર્ચ 43 રૂપિયા છે. રાષ્ટ્રીય સ્તરે, કેદી દીઠ વાર્ષિક સરેરાશ ખર્ચ રૂ. 43,062 થી ઘટીને રૂ. 38,028 થયો છે. આંધ્ર પ્રદેશમાં એક કેદી પર સૌથી વધુ 2,11,157 રૂપિયાનો વાર્ષિક ખર્ચ નોંધાયો છે. ન્યાયતંત્રનો માથાદીઠ ખર્ચ રૂ.146 છે. રાષ્ટ્રીય સ્તરે પોલીસ પર માથાદીઠ ખર્ચ 1151 રૂપિયા છે.