‘ભારત હવે વિકાસશીલ નહીં પરંતુ એક વિકસિત રાષ્ટ્ર છે : ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથ
નાગપુર, 21 માર્ચ : નાગપુરમાં વિજ્ઞાન ભારતી વિદર્ભ પ્રદેશ વિભાગ દ્વારા આયોજિત સ્પેસ ઓન વ્હીલ્સ પ્રદર્શનના સમાપન સમારોહમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતા. આ સમારોહમાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના ડિરેક્ટર પ્રકાશ ચૌહાણ, કોચીન શિપયાર્ડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મધુ નાયર, વિજ્ઞાન ભારતીના શિવકુમાર શર્મા સાથે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથેપણ હાજરી આપી હતી.
VIDEO | Here’s what ISRO chairman S Somanath said while addressing an event in Nagpur.
“India is making a change; we are going to be a leading nation of the world. We are going to be the one everyone will look up to for great expectations in the future. India is no longer a… pic.twitter.com/IPEwPApaZr
— Press Trust of India (@PTI_News) March 21, 2024
જ્યાં તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, “ભારત પરિવર્તન કરી રહ્યું છે; અમે વિશ્વનું એક અગ્રણી રાષ્ટ્ર બનવા જઈ રહ્યા છીએ. અમે એક એવો દેશ બનવા જઈ રહ્યા છીએ જેની તરફ ભવિષ્યમાં દરેક વ્યક્તિ મોટી અપેક્ષાઓ જોડાયેલી હશે. ભારત હવે વિકાસશીલ નહીં પરંતુ એક વિકસિત રાષ્ટ્ર છે.”