ભારતીય કંપનીઓએ ડિમર્જર મારફતે મૂલ્ય અનલોક કર્યુ

મુંબઇ, 26 માર્ચઃ ભારતના કેટલાક કોર્પોરેટ્સ મૂલ્યને અનલોક કરવાના હેતુથી તેમની પ્રવૃત્તિઓમાં ડિમર્જર માર્ગ અપનાવી રહ્યા છે. કેટલીક કંપનીઓ પોતાના અસલ કે પ્રાથમિક બિઝનેસને વધુ મજબૂત બનાવવા માટે, વેચાણ કરવા અને અલગ એકમાં ઓછો મહત્ત્વની પ્રવૃત્તિઓનું લિસ્ટીંગ કરવા માટે પણ આ પગલું અપનાવી રહ્યા છે. કેટલાક લોકો રોકાણકારોને સંબંધિત બિઝનેસમાં રોકાણ કરવાની તક પણ પૂરી પાડી રહ્યા છે કેમ કે આઇટીસીએ પોતાની મૂળ કંપનીમાંથી અલગ થઇને પોતાની હોટેલ્સનું ડિમર્જર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
કઇ કંપનીઓએ અપનાવ્યો આ માર્ગ
આઇટીસી ઉપરાંત અન્ય કેટલીક કંપનીઓ જેમ કે હિન્દુસ્તાન લિવર, રેમંડ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, સિમેન્સ અને વેદાંતાએ પણ ડિમર્જરનો રુટ અપનાવ્યો છે. નિષ્ણાતોના અનુસાર FY26માં પણ આ પર્વાહસ રહેશે તેમ મનાય છે કેમ કે કંપનીઓ પ્રવૃત્તિઓને સ્ટ્રીમ લાઇન કરવાના ઉદ્દેશથી તેમના બિઝનેસીસના મૂલ્યને અનલોક કરવાનું ચાલુ રાખશે.
ઘણી વખત કંપનીઓ માર્કેટમાં તેજી હોય ત્યારે તેમના બિઝનેસીસને અલગ કરવાનું વિચારે છે. આ પાછળ તેમને સ્વાયત્તા આપવાની ઇચ્છા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. FY2025માં થોડી કંપનીઓએ ડિમર્જર કર્યુ હતું ત્યારે આ પ્રવાહ FY26માં પણ યથાવત રહેશે તેવુ નિષ્ણાતો માની રહ્યા છે.
2025માં કઇ કંપનીઓનું ડિમર્જર થશે
ટાટા મોટર્સ ઓક્ટોબર, 2025 સુધીમાં બે ભાગમાં વિભાજિત થઈ જશે તેવો કંપનીના અધિકારીઓએ આ વર્ષની શરૂઆતમાં સંકેત આપ્યો હતો. જ્યારે રેમન્ડ FY25માં તેના જીવનશૈલી વ્યવસાયને ડિમર્જિંગ અને લિસ્ટીંગ કર્યા પછી આવતા મહિને તેની રિયલ એસ્ટેટ સંપત્તિ અને કામગીરી રેમન્ડ રિયલ્ટીમાં સ્થાનાંતરિત કરશે. બિઝનેસ સર્વિસ પ્રોવાઈડર ક્વેસ કોર્પ પોતાના બે એકમો – બ્લ્યુસ્પ્રીંગ એન્ટરપ્રાઈઝ અને ડિજિટાઈડ સોલ્યુશન્સ – બે મહિનામાં લિસ્ટીંગ કરશે, તેના માટે NCLTની મંજૂરી મળ્યા પછી, કંપનીના એક્ઝિક્યુટિવ્સે આ મહિને જણાવ્યું હતું કે, તે તેના વ્યવસાયોમાં મેનેજમેન્ટ ફોકસને સુધારવામાં મદદ કરશે.
મુંબઈ સ્થિત ફર્મ ઈકોનોમિક્સ રિસર્ચના સ્થાપક અને એમડી જી ચોક્કલિંગમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડિમર્જર કંપનીને કાર્યક્ષમતા વધારવા, વિશિષ્ટ વૃદ્ધિ વ્યૂહરચનાઓને અનુસરવા અને તેમના સંબંધિત બજારોને વધુ અસરકારક રીતે પ્રતિસાદ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે.”
ક્વેસ કોર્પના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તે ત્રણ-માર્ગી વિભાજનમાંથી પસાર થઈ રહ્યું છે. તે વર્કફોર્સ મેનેજમેન્ટ યુનિટમાં વિભાજિત થશે, જેને ફ્લેગશિપ કંપની (ક્વેસ કોર્પ) હેઠળ રાખવામાં આવશે, બીપીએમ, ઇન્સ્યુરટેક અને એચઆરઓ ઓપરેશન્સને ડિજિટાઇડ સોલ્યુશન્સમાં અલગ કરશે અને બ્લ્યુસ્પ્રીંગ એન્ટરપ્રાઇસિસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ લેશે. શેરધારકોને દરેક નવી એન્ટિટીમાં દરેક ક્વેસ કોર્પ શેર માટે એક શેર પ્રાપ્ત થશે, એમ તેની ડીમર્જર સ્કીમમાં જણાવાયું છે.
આ પણ વાંચોઃ શેર ટ્રાન્સફર કરવાની શું છે યોગ્ય તરકીબ, સમજો સ્ટેપ બાય સ્ટેપ