ટ્રેન્ડિંગમનોરંજન

અમેરિકા પહોંચ્યા પછી પણ કિમ કાર્દાશિયનના મનમાં ભારત, ફોટો શેર કરી કહ્યું…

Text To Speech
  • કિમ કાર્દાશિયન અને ખલો કાર્દાશિયન અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા ભારત, લગ્નમાં હાજરી આપ્યા બાદ પરત ફર્યા બાદ કિમે હવે ભારત માટે પોતાનો રિવ્યુ શેર કર્યો છે

મુંબઈ, 15 જુલાઈ: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન પછી દંપતીએ 13 મી જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કર્યું હતું. તે પછી 14 જુલાઈના રોજ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડ, હોલીવુડ, રમતગમત અને ભોજપુરી ઉદ્યોગના ઘણા દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. કિમ કાર્દાશિયન તેની બહેન ખલો કાર્દાશિયન સાથે અનંત-રાધિકાની ખુશીમાં સામેલ થવા ભારત આવી હતી.

દેશના સૌથી મોટા લગ્નમાં હાજરી આપતી વખતે કિમ અને ખ્લોએ ભારતીય લુકમાં જોવા મળી હતી. આ બંને બહેનોએ ભારતીય આઉટફિટ લહેંગામાં પોતાના લુકથી બધાને ચોંકાવી દીધા હતા. તેમના ભારતીય દેખાવ સાથે હલચલ મચાવ્યા પછી અને લગ્નના રિસેપ્શનમાં હાજરી આપ્યા પછી કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયન તેમના દેશમાં પાછા ફર્યા છે.

પોતાના દેશ પરત ફર્યા બાદ સોશિયલ મીડિયા સેન્સેશન કિમ કાર્દાશિયને અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શનના ફોટા શેર કર્યા છે. શેર કરેલા ફોટામાં કિમ અનંત અંબાણીની બહેન ઈશા અંબાણી સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણીએ દુલ્હા અને દુલ્હન અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.

અહીં જૂઓ ફોટો

  • કિમ કાર્દાશિયને આ તસવીરો સાથે ભારત માટે રિવ્યુ પણ લખ્યો છે. તેણીએ તેના કેપ્શનમાં લખ્યું છે, ‘ભારત મારું દિલ છે.’

 

 

View this post on Instagram

 

A post shared by Kim Kardashian (@kimkardashian)

આ પણ વાંચો: નીતા અંબાણીએ માફી માગીઃ કારણ જાણવા જૂઓ વીડિયો

Back to top button