ભારત મધ્ય પૂર્વમાં ‘મુખ્ય ખેલાડી’ તરીકે ઉભર્યું છે: યુએસ મેગેઝિન
હમ દેખેગે ન્યૂઝ: વૈશ્વિક રાજકારણને આવરી લેતા મેગેઝિન ‘ફોરેન પોલિસી’એ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ભારતના ‘મુખ્ય ખેલાડી’ તરીકેના ઉદભવને વૈશ્વિક રાજકારણમાં સૌથી રસપ્રદ ઘટનાક્રમ ગણાવ્યો છે.
મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સાથે ભારતની વધતી નિકટતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લેખક સ્ટીવન એ કુક કહે છે કે જો અમેરિકાના મધ્ય પૂર્વીય ભાગીદારો વોશિંગ્ટનનો વિકલ્પ શોધી રહ્યા છે તો ભારત શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે.
સ્ટીવન લખે છે, “અમેરિકા હવે આ પ્રદેશમાં મુખ્ય ખેલાડી નહીં રહી શકે પરંતુ જેમ જેમ ભારત અહીં તેની હાજરીનું વિસ્તરણ કરશે તો રશિયા અને ચીન અમેરિકાનું સ્થાન લઈ શકશે નહીં.”
લેખક એક દાયકા પહેલાની તેમની ભારત મુલાકાતને યાદ કરે છે અને કહે છે કે ત્યારે તેમને લાગ્યું હતુ કે ભારતીયો મધ્ય પૂર્વમાં મુખ્ય ભૂમિકા ભજવવા માંગતા નથી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
તેઓ કહે છે, “બાઇડેન પ્રશાસન અને નિષ્ણાતો મધ્ય પૂર્વમાં ચીનના દરેક પગલાથી પ્રભાવિત છે અને ચીનના રોકાણને શંકાની નજરે જુએ છે, પરંતુ વોશિંગ્ટન આ ક્ષેત્રમાં એક મોટા ઉભરતા ખેલાડી તરીકે ભારતની ભૂમિકાની અવગણના કરી રહ્યું છે.”
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, લેખમાં કહેવામાં આવ્યું છે કે UAE અને સાઉદી અરેબિયા આક્રમક રીતે ભારત સાથે સંબંધોને વિસ્તારવા માટેના રસ્તાઓ શોધી રહ્યા છે.
આ એક નોંધપાત્ર પરિવર્તન છે કારણ કે બંને દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયાએ લાંબા સમયથી પાકિસ્તાન સાથે ભાગીદારી કરી છે અને હવે તેઓ ઇસ્લામિક ઉગ્રવાદને રોકવા માટેના સહિયારા હિતમાં અમુક અંશે ભારત તરફ ઝુકાવ કરી રહ્યા છે, પરંતુ આર્થિક હિતો સર્વોપરી છે.
ઇઝરાયેલ સાથે ભારતના મજબૂત સંબંધો પરના લેખમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલ સાથે નવી દિલ્હીના વિકસિત સંબંધો આ ક્ષેત્રના તમામ સંબંધોમાં સારા છે.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 2017માં ઈઝરાયેલ ગયા હતા અને આમ કરનાર તેઓ પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.
ત્યારબાદ એક વર્ષ બાદ મોદીના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુ ભારતની મુલાકાતે આવ્યા અને બંને દેશો વચ્ચેના સંબંધો ઝડપથી વિકસ્યા છે.
લેખમાં જણાવાયું છે કે યુએસ-ભારત સંબંધોના તમામ સકારાત્મક વાતાવરણ હોવા છતાં એવું લાગે છે કે ભારત એ વ્યૂહાત્મક ભાગીદાર બનવશે તે અસંભવ લાગી રહ્યું છે, જેની અમેરિકા કલ્પના કરી રહ્યું છે.
જ્યારે મધ્ય પૂર્વની (મીડલ ઇસ્ટ) વાત આવે છે તો ભારત ઈરાન પર સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઇઝરાઇલથી અલગ થઇ જાય છે.
આ પણ વાંચો- કોની પડશે વિકેટ, કોને મળશે એન્ટ્રી; વાંચો મોદી કેબિનેટમાં ફેરબદલની સંભવિત તસવીર