ભારતમાં વધી રહી છે ધનવાન લોકોની સંખ્યા, 191 અબજોપતિ થયાં, તેમની સંપત્તિ જાણી ચોંકી જશો


નવી દિલ્હી, 06 માર્ચ 2025: ભારતમાં અમીર લોકોની સંખ્યા સતત વધી રહી છે અને હવે દેશમાં અબજોપતિઓની સંખ્યા 191 થઈ ગઈ છે. એટલું જ નહીં સૌથી વધારે અમીરોની કૂલ સંપત્તિની વાત કરીએ તો, તે 100 લાખ કરોડ રુપિયાની નજીક પહોંચી ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ગત વર્ષે 2024માં દેશમાં 26 નવા અબજોપતિ લિસ્ટમાં સામેલ થયા છે. નાઈટ ફ્રેંકના રિપોર્ટ અનુસાર, છેલ્લા છ વર્ષમાં ભારતમાં અમીરોની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
છ વર્ષમાં કમાલ કરી દીધી
Knight Frank ના Global Wealth Report 2025 બુધવારે જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં અમીરોના આંકડા જાહેર કર્યા છે. તેમાં જણાવ્યું છે કે, છ વર્ષ પહેલા ભારતમાં અબજોપતિની સંખ્યા ફક્ત 7 હતી, પણ તેમાં દર વર્ષે વધારો થયો અને હવે ભારતમાં 191 અબજોપતિના ઘર છે. રિપોર્ટની વાત માનીએ તો, કંબાઈડ વેલ્થના મામલામાં ભારતીયોની સંયુક્ત સંપત્તિ હવે વૈશ્વિક સ્તર પર ત્રીજા નંબર પર છે. પહેલા નંબર પર અમેરિકા અને બીજા નંબરે ચીન છે.
અમીર થઈ રહ્યા છે વધારે અમીર
ભારતના અબજોપતિઓની સંખ્યા વધી છે, પણ 1 કરોડ ડોલરથી વધારે સંપત્તિઓવાળા અમીરોની તિજોરીઓ સતત ભરાઈ રહી છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આ આંકડાને પાર કરનારા ભારતીયોની સંખ્યા હવે 85,698 થઈ ગઈ છે અને રિપોર્ટમાં અનુમાન જાહેર કર્યું છે કે, આવનારા ત્રણ વર્ષમાં તે લગભગ 94,000 સુધી પહોંચી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, અમીરોની સંખ્યા સતત વધારો દેશની મજબૂત લોંગટર્મ ઈકોનોમિક ગ્રોથ, વધતા રોકાણના અવસરો અને વિકસિત થઈ રહેલા મોટા બજારોને દર્શાવે છે. જે ભારતની ગ્લોબલ વેલ્થ ક્રિએશનના મામલામાં એક મોટા પ્લેયર તરીકે સ્થાપિત કરે છે.
વિશ્વના 40% અતિ ધનિકો અમેરિકામાં છે
નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, અમેરિકા એ એવો દેશ છે જ્યાં સૌથી વધુ અમીર લોકો રહે છે અને વિશ્વના ૪૦ ટકા સુપર રિચ (HMWI) અહીં રહે છે જેમની કુલ સંપત્તિ $૧૦ મિલિયનથી વધુ છે. અમેરિકામાં આવા ૯ લાખ અમીર લોકો છે. આ કિસ્સામાં, અમેરિકા પછી, ચીન બીજા ક્રમે આવે છે અને અહીં 4.7 લાખ સુપર રિચ લોકો રહે છે, જ્યારે ભારતમાં તેમની સંખ્યા 85,698 છે અને જો આપણે જાપાનની વાત કરીએ, તો ત્યાં લગભગ 65,000 HMWI છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડના હર્ષિલમાં પહોંચ્યા પીએમ મોદી, મુખીમઠમાં મા ગંગાની પૂજા અર્ચના કરી