ભારતે વિશેષ સહાય કાર્યક્રમ હેઠળ શ્રીલંકાને 21,000 ટન ખાતર મોકલ્યું છે. આ પગલું પાડોશી દેશના ખેડૂતોને મદદ કરશે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે. તાજેતરના મહિનાઓમાં ભારત દ્વારા સંકટગ્રસ્ત શ્રીલંકાને આપવામાં આવેલી આ બીજી સહાય છે.
Adding to the fragrance of friendship and cooperation.
High Commissioner formally handed over 21,000 tonnes of fertilizer supplied under ????????’s special support to the people of ????????.
This follows 44,000 tonnes supplied last month under ????????n support totalling about USD 4bn in 2022 (1/ pic.twitter.com/gmmu5NCRQA— India in Sri Lanka (@IndiainSL) August 22, 2022
ભારતીય હાઈ કમિશને ટ્વિટ કરી માહિતી આપી
ભારતીય હાઈ કમિશને ટ્વીટ કરીને કહ્યું-મિત્રતા અને સહયોગના સંબંધોને આગળ વધાર્યા છે. હાઈ કમિશનર ગોપાલ બગાલેએ ભારતના વિશેષ સમર્થન હેઠળ શ્રીલંકાના લોકોને ઔપચારિક રીતે 21,000 ટન ખાતર સપ્લાય કર્યું છે.” અગાઉ ગયા મહિને, 44,000 ટન સપ્લાય કરવામાં આવ્યું હતું. આ પુરવઠો ભારત દ્વારા 2022 માં $4 બિલિયનની કુલ સહાય હેઠળ કરવામાં આવ્યો હતો.
શ્રીલંકાના ખેડૂતોને મદદ મળશે
ભારતીય હાઈ કમિશને કહ્યું, “ખાતરનો પુરવઠો ખાદ્ય સુરક્ષાને વેગ આપશે અને શ્રીલંકાના ખેડૂતોને મદદ કરશે. આ પગલું ભારત સાથેના ગાઢ સંબંધો અને ભારત અને શ્રીલંકા વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવનાને પ્રતિબિંબિત કરે છે.” વર્તમાન કૃષિ સિઝનમાં કોઈપણ વિક્ષેપને ટાળવા માટે ભારતે મે મહિનામાં શ્રીલંકાને 65,000 ટન યુરિયાની સપ્લાયની ખાતરી આપી હતી.
શ્રીલંકામાં મોટુ આર્થિક સંકટ
શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ઈંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે. ભારત તેના પડોશી દેશને સતત મદદ કરી રહ્યું છે અને ઈંધણ, ક્યારેક ખાદ્ય ઉત્પાદનો અને હવે ખાતર આપીને તેના લોકોને મદદ કરી રહ્યું છે. શ્રીલંકાની સરકાર સમયાંતરે દેશનો આભાર વ્યક્ત કરતી રહી છે.