Ind vs Aus Test: ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતની કારમી હાર, આ છે 5 મોટા કારણો
બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ભારતીય કેપ્ટન અને ભારતીય ટીમ ભાગ્યે જ ભૂલી શકશે, કારણ કે ભારતીય ટીમે જે રીતે પોતાની ધરતી પર આ ટેસ્ટ સિરીઝની શરૂઆત કરી હતી, જે શાનદાર હતી. પ્રથમ બે ટેસ્ટ મેચમાં તેનું પરિણામ પણ જોવા મળ્યું હતું. આ સ્થિતિમાં ત્રીજી ટેસ્ટ મેચમાં જાણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી દરેક તક સરકી જતી રહી અને કારમી હારનો સામનો કરવો પડ્યો.
હારના 5 મુખ્ય કારણો-
1. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમની પીચને લઈને ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ દરમિયાન ટીકા થઈ હતી, પ્રથમ બેટિંગ માટે પીચને લાલ માટીથી તૈયાર કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ પિચ પર આટલો વળાંક જોઈને પ્રથમ દિવસે બધાને આશ્ચર્ય થયું અને ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ માત્ર 109 રનમાં સમેટાઈ ગયો.
2. ટીમ ઈન્ડિયાની ઓપનિંગ પાર્ટનરશિપ પણ નિષ્ફળ ગઈ હતી. કે.એલ રાહુલની જગ્યાએ કેપ્ટન રોહિત શર્માએ શુભમન ગિલને ટીમમાં સામેલ કર્યો, પરંતુ ગિલ બંને ઈનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહીં.
3. ટીમ ઈન્ડિયાની બેટિંગ બંને ઈનિંગમાં ખરાબ રીતે ફ્લોપ રહી, ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડર સુધી કોઈ પણ બેટ્સમેને યોગ્ય રીતે બેટિંગ કરી ન હતી, જોકે પૂજારાએ બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ટીમની જીતની ચાવી બની શક્યો નહોતો.
4. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું બંને ઈનિંગમાં ફ્લોપ થવું ટીમ ઈન્ડિયા માટે મોટી ખોટ તરીકે જોવામાં આવી શકે છે, ટેસ્ટ મેચમાં વિરાટ કેટલો સંઘર્ષ કરી રહ્યો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લી 15 ઈનિંગ્સમાં વિરાટે એક પણ અડધી સદી ફટકારી નથી.
5. ઓલરાઉન્ડર તરીકે, અક્ષર પટેલ બે દાવમાં 12/15 પર અણનમ રહ્યો, તેથી બોલિંગમાં, તેણે પ્રથમ દાવમાં માત્ર 13 ઓવર જ મેળવી અને એકપણ વિકેટ લીધી ન હતી, કેપ્ટન રોહિત શર્માએ અક્ષર પટેલનો સમાવેશ કર્યો હતો. પરંતુ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં અક્ષર પટેલની જગ્યાએ કુલદીપ યાદવ જેવો બોલર ટીમ માટે મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ INDVsAUS: ભારતમાં છ વર્ષ બાદ ટેસ્ટ જીત્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઇન્ડિયાને 9 વિકેટથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયાએ જીત માટેના 76 રનના લક્ષ્યાંકને 18.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ માટે ટ્રેવિસ હેડે બીજા દાવમાં સૌથી વધુ અણનમ 49 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને અણનમ 28 રનનું યોગદાન આપ્યું હતું.
આ મેચ હાર્યા બાદ પણ ભારતીય ટીમ ચાર મેચની સિરીઝમાં 2-1થી આગળ છે.
આ પણ વાંચોઃ Border-Gavaskar Trophyમાં નાથન લિયોનનો દબદબો, અનિલ કુંબલેનો તોડ્યો રેકોર્ડ