ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ભારતનો GDP 5,000 બિલિયન અમેરિકન ડોલરને પાર કરશે

Text To Speech

નવી દિલ્લી, 16 ડિસેમ્બર 2023ઃ ભારત 2026 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને તે વર્ષે તેનો GDP US 5,000 બિલિયન ડોલરને પાર કરશે. આ દાવો નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ કર્યો છે. 2022-23માં જીડીપી 3.4 ટ્રિલિયન ડોલર છે. તેમાં 10 ટકાનો વધારો થયો છે. આ 10.22 ટકાનો વૃદ્ધિ દર છે. 2026-27ના અંતે દેશનો GDP 5 ટ્રિલિયનને પાર જશે.

2027માં 5500 અબજ ડોલરથી વધુની અર્થવ્યવસ્થા

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષે વધુમાં કહ્યું કે 2027માં અર્થવ્યવસ્થાનું કદ 5,500 અબજ ડોલરથી વધુ થશે. તેમણે એક જગ્યાએ એવું પણ કહ્યું કે, એવું શક્ય નથી કે જર્મની અથવા જાપાનની જીડીપી આગામી ત્રણ વર્ષમાં 5,000 બિલિયન ડોલરના સ્તરને પાર કરે.

India GDP

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષે આ બાબતે વધુ વાત કરતા કહ્યું કે જાપાનને 2022માં યુએસ 4,200 બિલિયન ડોલરના સ્તરથી 2027માં યુએસ 5,030 બિલિયન ડોલર સુધી પહોંચવાની જરૂર છે. આ માટે , તેમાં 3.5 ટકાના દરે વધારો કરવો પડશે.

ભારતનો જર્મની કરતાં વધુ ઝડપથી વિકાસ

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષના કહેવા મુજબ ચાર ટકાના વિકાસ દર સાથે જર્મનીનો જીડીપી 2023માં US 4,400 બિલિયન ડોલરથી વધીને 2026માં US 4,900 બિલિયન ડોલર અને 2027માં US 5,100 બિલિયન ડોલર થઈ જશે. આ અનુમાનોને જોતાં, ભારતીય જીડીપી આ બંને દેશોના જીડીપીને કેટલી જલ્દી વટાવી શકશે?…તે પ્રશ્ન છે.”

ભારતમાં અત્યારે ડૉલરનું મૂલ્ય વાર્ષિક સરેરાશ 10.22 ટકાના દરે વધી રહ્યું છે. આ દરે ભારતની જીડીપી 2026માં US 5,000 બિલિયન ડોલર અને 2027માં US 5,500 ડોલર સુધી પહોંચી જશે.

2026ના અંત સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેવી મોટી સંભાવનાઓ છે. પનાગરિયાએ કહ્યું કે ભારતે તેના આર્થિક એકમોને વધુ મોટા બનાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

પીએમ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશોની યાદીમાં સામેલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે.

Back to top button