ભારતનું બાહ્ય દેવુ વધીને 717.9 અબજ ડોલરે પહોંચ્યુ


નવી દિલ્હી, 1 એપ્રિલ, 2025: ભારતનું બાહ્ય દેવુ વધીને 717.9 અબજ ડોલરના સ્તરે સ્પર્શી ગયુ છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામં આવેલા રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2024ના અંતમાં બાહ્ય દેવામાં 0.7 ટકાની વૃદ્ધિ થઇ છે. ડિસેમ્બર 2024ના અંતમાં બાહ્ય દેવાનો જીડીપીમાં 19.1 ટકા ગુણોત્તર હતો, જે સપ્ટેમ્બરમાં 19 ટકા હતું.
આ રિપોર્ટ બાકી લોન સંબંધિત છે.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બાકી રહેલા બાહ્ય દેવામાં ઘટાડો થયો છે. જોકે, બિન-સરકારી ક્ષેત્રનું બાકી દેવું ડિસેમ્બર 2024ના અંતમાં વધીને સપ્ટેમ્બર 2024ના અંતથી વધુ થયુ હતું. બાકી લોન સંબંધિત આ રિપોર્ટ મુજબ, બિન-નાણાકીય કોર્પોરેશનોની બાકી લોનનો હિસ્સો 36.5 ટકા હતો. જ્યારે 27.8 ટકા લોન ડિપોઝિટ સ્વીકારતી કોર્પોરેશનો (મધ્યસ્થ બેંકો સિવાય)નો હિસ્સો હતો. કેન્દ્ર સરકારનો હિસ્સો 22.1 ટકા છે, જ્યારે અન્ય નાણાકીય નિગમોનો હિસ્સો 8.7 ટકા હતો.
લોનના વિવિધ ભાગો
આ જ રિપોર્ટ મુજબ, બાહ્ય દેવાનું સૌથી મોટું કારણ લેવામાં આવેલું કરજ છે. 33.6 ટકાના દરની લોન ઉપરાંત, ચલણ અને થાપણોનો હિસ્સો 23.1 ટકા, વેપાર લોન અને એડવાન્સનો હિસ્સો 18.8 ટકા છે. જ્યારે લોન સિક્યોરિટી 16.8 ટકા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ડિસેમ્બર 2024ના અંત સુધીમાં દેવાની ચુકવણી (મૂળ ચુકવણી વત્તા વ્યાજ ચુકવણી) 6.6 ટકા રહેવાનો અંદાજ હતો. સપ્ટેમ્બર 2024ના અંતમાં આ વર્તમાન આવકના 6.7 ટકા હતું.
યુએસ ડોલરમાં સૌથી વધુ
ભારતના બાહ્ય દેવાનો સૌથી મોટો હિસ્સો યુએસ ડોલરમાં છે. ડિસેમ્બર 2024 ના અંતે આ 54.8 ટકા હતો. ચલણની દ્રષ્ટિએ જોઇએ તો ભારતીય રૂપિયો (30.6 ટકા) બીજા સ્થાને છે, ત્યારબાદ જાપાનીઝ યેન 6.1 ટકા, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 4.7 ટકા અને યુરો ત્રણ ટકા હિસ્સો ધરાવે છે.
આ પણ વાંચોઃ હલ્દીરામે કેટલીક હિસ્સેદારી IHC અને આલ્ફા વેવ ગ્લોબલને વેચી