અપૂરતા દસ્તાવેજો વિના રશિયન ઓઇલના શિપને પ્રવેશ પર ભારતની મનાઇ

નવી દિલ્હી, 28 માર્ચ, 2025: રશિયન ઓઇલથી લોડેડ શિપને અપૂરતા દસ્તાવેજોને કારણે પ્રવેશવા સામે ભારતીય પોર્ટ ઓથોરિટીએ મનાઇ ફરમાવી છે, જે રશિયન ઓઇલ લઇ જતા જહાજોની કડક સ્ક્રુટીનીનો સંકેત આપતું એક અસાધારણ પગલું છે. ભારત સિબોર્ન રશિયન ક્રૂડનો સૌથી મોટો ગ્રાહક છે. રશિયન ઓઇલનો ભારતની 2024ની કુલ આયાતમાં આશરે 35 ટકા હિસ્સો હતો, જે વિશ્વમાં ત્રીજા સૌથી મોટા આયાતકાર અને કન્ઝ્યુમર તરીકેની ખ્યાતિ ધરાવે છે.
શિપિંગ ડેટા દર્શાવે છે કે, તાંઝાનિયાનો ફ્લેગ વાળા આંદામાન સ્કાયઝ, જે ઉત્તરીય બંદર મુર્મન્સ્કથી લ્યુકોઇલ દ્વારા વેચવામાં આવેલ લગભગ 100,000 મેટ્રિક ટન (અથવા લગભગ 800,000 બેરલ) વરાન્ડે રશિયન તેલનું વહન કરે છે, તે સરકારની માલિકીના રિફાઇનર ઇન્ડિયન ઓઇલ કોર્પને ડિલિવરી માટે વાડીનાર બંદર તરફ જઈ રહ્યું હતું તેને પરત મોકલવામાં આવ્યું હતું હતું.
ભારતીય પોર્ટ એન્ટ્રી રુલ્સ 20 વર્ષથી વધુ જૂના ટેન્કરોને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ક્લાસિફિકેશન સોસાયટીઝના સભ્ય અથવા ભારતના દરિયાઇ વહીવટ દ્વારા અધિકૃત એન્ટિટી દ્વારા દરિયાઇ યોગ્યતા પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આંદામાન સ્કાઇઝ 2004માં બનાવવામાં આવ્યું હતું અને તાજેતરમાં ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવ્યું હતું, તે ભારતમાં સ્થિત ડાકાર ક્લાસ દ્વારા પ્રમાણપત્ર ધરાવતું હતું પરંતુ તે ભારતીય શિપિંગ સત્તાવાળાઓ દ્વારા માન્ય નથી.
જહાજના દસ્તાવેજોથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જહાજ પાસે રશિયન કંપની સોગ્લાસીનું પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમ્નિટી (P&I) વીમા કવર છે. લ્યુકોઇલ અને સોગ્લાસીએ રોઇટર્સની ટિપ્પણીનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.
જાન્યુઆરીમાં મોસ્કોની ઓઇલની આવકને ઘટાડવાના હેતુથી યુએસ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પછી, ટોચના ખરીદદારો ભારત અને ચીનને રશિયના ઓઇલ પુરવઠામાં તીવ્ર ઘટાડો થયો હતો, જેમાં 100થી વધુ જહાજો ટાર્ગેટ બન્યા હતા. જેના કારણે રશિયન તેલના વેચાણકર્તાઓ માટે નવા જહાજો શોધવાનું મુશ્કેલ બન્યું હતું.
ભારતના ઓઇલ સચિવે ગયા મહિને જણાવ્યુ હતુ કે દેશના રિફાઇનર્સ યુ.એસ. દ્વારા મંજૂરી ન અપાયેલી કંપનીઓ અને જહાજો દ્વારા પૂરા પાડવામાં આવતુ રશિયન ઓઇલ ખરીદશે, જેનાથી ઉપલબ્ધ કાર્ગો અને જહાજોની સંખ્યા અસરકારક રીતે ઓછી થશે.
ભારતીય રિફાઇનર્સ વેચનાર દ્વારા ગોઠવાયેલા જહાજ, વીમા અને અન્ય સેવાઓ સાથે ડિલિવરીના આધારે રશિયન ઓઇલ ખરીદે છે. જ્યારે આંદામાન સ્કાયઝ યુકે અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધોને આધિન છે, તેની યુ.એસ. અથવા સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો લાગુ પડતા નથી. ભારત સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોનું પાલન કરે છે.