ટોપ ન્યૂઝસ્પોર્ટસ

બીજી વન-ડેમાં ઝિમ્બાબ્વેને 5 વિકેટે પરાજય આપી સતત ચોથી વન-ડે સિરીઝ કબજે કરતું INDIA

Text To Speech

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે બીજી વન-ડે મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ ગઈ હતી. જેમાં ભારતે ઝિમ્બાબ્વેને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતે સતત ચોથી વનડે સિરીઝ કબજે કરી છે. જેના કારણે ટીમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થયો છે.

સેમસન અને શાર્દૂલ જીતના હિરો રહ્યા

આ મેચમાં અગાઉ ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વેના બેટરો ભારતના બોલરોની ધારદાર બોલિંગ સામે ચાલ્યા નહોતા. ઝિમ્બાબ્વેની ટીમ 38.1 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારતના બોલરોએ ફરી એક વખત કમાલ દેખાડ્યો હતો. ઝિમ્બાબ્વેના બેટરો ભારતની બોલિંગ લાઈનઅપ સામે ટકી શક્યા નહોતા. ટીમ તરફથી સૌથી વધુ શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અશ્રર પટેલ, કુલદીપ યાદવ અને દીપક હુડ્ડાને 1-1 વિકેટ મળી હતી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રન સીન વિલિયમ્સે 42 બોલમાં 42 રન કર્યા હતા. રાયન બર્લે થોડી લડત આપતા 47 બોલમાં 39 રન કર્યા હતા. સામે ઝિમ્બાબ્વેએ આપેલા 162 રનના ટાર્ગેટને ભારતે 25.4 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ભારત તરફથી સૌથી વધુ રન સંજુ સેમસને 39 બોલમાં 43 રન કર્યા હતા. શિખર ધવન અને શુભમન ગિલે 33 રન કર્યા હતા. દીપક હુડ્ડાએ 25 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ લ્યુક ઝોંગ્વેએ 2 વિકેટ લીધી હતી . તો તનાકા ચિવાંગા, વિક્ટર ન્યાઉચી અને સિકંદર રઝાને 1-1 વિકેટ મળી હતી. સેમસનને બીજી વન-ડેમાં 43 રન કરવા બદલ અને સાથે 3 કરવા માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

Back to top button