ભારતે એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો
- એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની ઘોડેસવારી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો હતો.
એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું. ભારતે ત્રીજા દિવસે પોતાનો ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની ઘોડેસવારી ટીમે 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ઘોડેસવાર સુદીપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંઘ, અનુષ અગ્રવાલ અને હૃદય છેડાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
GOLD MEDAL FOR INDIA 🥇🇮🇳
Team India takes Gold in Equestrian – Dressage – Team!
First Ever Gold in Equestrian after 41 years! 🤩
Well done Sudipti Hajela, Divyakriti Singh, Hriday Chheda and Anush Agarwalla! 🇮🇳🇮🇳🇮🇳
HUGE HUGE HUGE! Jai Hind!💙💙💙#Equestrian #AsianGames2922… pic.twitter.com/nKrEWnpSUP
— Sportskeeda (@Sportskeeda) September 26, 2023
ઘોડેસવારીનાં 40 વર્ષના ઈતિહાસમાં ભારતે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે. ડ્રેસેજ ઈવેન્ટની ફાઇનલમાં ભારતના ઘોડેસવાર અનુષ, સુદીપ્તિ, દિવ્યકીર્તિ અને હૃદયે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે 209.205 પોઈન્ટ બનાવ્યા હતા. દિવ્યકિર્તિને 68.176 પોઈન્ટ્સ, હૃદયને 69.941 પોઈન્ટ્સ અને અનુષને 71.088 પોઈન્ટ્સ મળ્યા છે. ભારતીય ટીમ ચીન કરતા 4.5 પોઈન્ટ આગળ રહી હતી.
ભારતને ત્રીજા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ પહેલા મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું. આ પહેલા ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયા પાસે કુલ 14 મેડલ થયા છે. ભારત પાસે 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ છે. ટીમ ઈન્ડિયાને મંગળવારે સેલિંગમાં 2 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઘોડેસવારી ડ્રેસેજ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મળ્યો હતો. જ્યારે ચીનની ટીમ બીજા ક્રમે રહી હતી. ચીનને કુલ 204.882 પોઈન્ટ મળ્યા છે. હોંગકોંગને 204.852 પોઈન્ટ મળ્યા છે. આ ટીમ ત્રીજા ક્રમે રહી હતી. તેવી જ રીતે ચાઈનીઝ-તાઈપેઈની ટીમ ચોથા અને યુએઈની ટીમ પાંચમા ક્રમે રહી હતી. મહિલા ક્રિકેટ બાદ પુરૂષ ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ મેળવવાની આશા છે.
આ પણ વાંચો: એશિયન ગેમ્સ: ત્રીજા દિવસે ભારતે ખોલ્યું ખાતું, નેહા ઠાકુરે જીત્યો સિલ્વર મેડલ