દેશમાં ઘટ્યું કોરોના સંકટ ! 2.90 ટકા પોઝિટિવિટી રેટ
દેશમાં કોરોનાના સંક્રમણના ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં ગઈકાલની સરખામણીએ કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાના 13,086 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4,35,31,650 થઈ ગઈ છે. તો, સંક્રમણ દર્દીઓની કુલ સંખ્યા 1,14,475 થઈ ગઈ છે.
COVID-19 | India reports 13,086 fresh cases, 12,456 recoveries and 24 deaths in the last 24 hours.
Active cases 1,13,864
Daily positivity rate 2.90% pic.twitter.com/czRzY7htFi— ANI (@ANI) July 5, 2022
24 કલાકમાં કેટલા મોત ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, કોરોનાને કારણે 24 કલાકમાં સંક્રમિત વધુ 19 લોકોના મોત થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,25,242 થઈ ગયો છે. દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,14,475 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.26 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 611નો વધારો થયો છે. દર્દીઓના સાજા થવાનો દર 98.53 ટકા છે.
ડેટા અનુસાર, દેશમાં કોરોના માટે અત્યાર સુધીમાં 86.44 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 4,51,312 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.90 ટકા છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 3.81 ટકા છે. મહત્વનું છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. કોરોનાના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર થઈ ગયા હતા.
19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં કોરોના કેસની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ હતી. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને પાર ગઈ હતી અને 23 જૂન, 2021 ના રોજ, તે 30 મિલિયનથી વધુ થઈ ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને પાર પહોંચી ગયા છે.
રસીકરણનો આંકડો 198 કરોડની નજીક
રસીકરણના આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 197 કરોડ 98 લાખ 21 હજાર 197 લોકોએ રસી લગાવી છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 78 હજાર 383 લોકોએ રસીકરણ કરાવ્યું છે.