ટોપ ન્યૂઝનેશનલહેલ્થ

સાવધાન ! દેશમાં ફરી કોરોનાનું સંકટ

Text To Speech

દેશમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કેસના વધારા સાથે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની તો એક જ દિવસમાં સમગ્ર દેશમાં 20 હજારથી વધુ એટલે કે 20 હજાર 44 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમિત 56 દર્દીઓના 24 કલાકમાં મોત નિપજ્યા છે. જે એક મોટો ચિંતાનો વિષય છે.

24 કલાકમાં કેટલા ડિસ્ચાર્જ ?

નવા કેસની સાથે કોરોનાને માત આપનારા દર્દીઓની વાત કરીએ તો, 24 કલાકમાં 18,301 લોકો સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા વધતા કેસોની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ છે.

શુક્રવારે કોરોનાથી થયા હતા 47 મોત

શુક્રવારે દેશમાં સંક્રમણના 20,038 નવા કેસ નોંધાયા હતા, વધુ 47 લોકોના મોત થયા હતા. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર કોરોનાના કારણે વધુ 47 લોકોના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,25,604 થઈ ગયો છે. તો દેશમાં કોવિડ -19 માટે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 1,39,073 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.32 ટકા છે.

કોરોના પ્રતિકાત્મક તસવીર

છત્તીસગઢમાં કોરોનાના 453 નવા કેસ

છત્તીસગઢમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 453 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. આ સાથે શુક્રવાર સુધીમાં રાજ્યમાં કોવિડ-19થી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા વધીને 11,58,153 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે 14 લોકો સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે 282 લોકોએ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કર્યો હતો.

CORONA TESTING

દિલ્હીમાં 500થી વધુ સંક્રમિત

દિલ્હીમાં કોરોનાના 601 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણનો દર 3.64 ટકા નોંધાયો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, એક દિવસમાં કોવિડ -19 રોગચાળાને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં ચેપના 19,43,026 કેસ નોંધાયા છે અને 26,289 દર્દીઓના મોત થયા છે.

કોરોના

મહારાષ્ટ્રમાં 10ના મોત

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શુક્રવારે, કોરોના વાયરસના 2371 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી અને સંક્રમણને કારણે 10 લોકોના મોત થયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ કેસ 80,14,823 પર પહોંચી ગયા છે, જ્યારે સંક્રમણને કારણે 1,48,015 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુરુવારે રાજ્યમાં 2229 કેસ મળી આવ્યા હતા અને ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Back to top button