ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સીરિયાની ગંભીર સ્થિતિથી ભારત ચિંતિત, મધ રાતે જારી કરી એડવાઈઝરી

  • ભારતીય નાગરિકો સીરિયાની મુસાફરી કરવાનું સંપૂર્ણપણે ટાળે અને ત્યાં રહેલા વહેલામાં વહેલી તકે નીકળી જાવ

નવી દિલ્હી, 7 ડિસેમ્બર: સીરિયામાં બગડતી પરિસ્થિતિથી ચિંતિત ભારત સરકારે તમામ ભારતીય નાગરિકો માટે મધ રાતે એડવાઈઝરી જારી કરી છે. તેમને સલાહ આપી છે કે, ભારતીય નાગરિકો આગળની સૂચના સુધી સીરિયાની મુસાફરી કરવાનું સંપૂર્ણપણે ટાળે. એડવાઈઝરીમાં ઈમરજન્સી હેલ્પલાઈન નંબર અને ઈમેલ ID પણ શેર કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે હાલમાં સીરિયામાં રહેલા તમામ ભારતીયોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની અપીલ કરી છે. વધુમાં, એવી સલાહ આપી છે કે, જેઓ સીરિયા છોડી શકે છે તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા શક્ય તેટલી વહેલી તકે સીરિયા છોડી દે. જેઓ આવું કરી શકતા નથી, તેઓએ તેમની સલામતી વિશે સાવચેત રહેવું જોઈએ અને ઓછામાં ઓછું તેમના ઘરની બહાર નીકળે.

 

વિદેશ મંત્રાલયે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો 

વિદેશ મંત્રાલયે દમાસ્કસ માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 જારી કર્યો છે. આ નંબરનો ઉપયોગ WhatsApp પર પણ કરી શકાય છે. આ સાથે તેમણે ઈમરજન્સી ઈમેલ ID [email protected] પણ બહાર પાડ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટાફ સાથે સંપર્ક બાદ અપડેટ શેર કરવામાં આવશે.

બશર અલ-અસદની સરકાર પતનની આરે

રાજકીય ઉથલપાથલ વચ્ચે રશિયા અને ઈરાન સમર્થિત બશર અલ-અસદ શાસન બળવાખોર ગ્રુપો દ્વારા ઘેરાયેલું છે. આ ગ્રુપોને તુર્કીએ સમર્થન આપ્યું છે. પ્રમુખ બસર અલ-અસદને સત્તા પરથી હટાવવા માટે વિદ્રોહી દળોએ ગયા અઠવાડિયે સમગ્ર સીરિયામાં હુમલા શરૂ કર્યા હતા. વિદ્રોહી ગ્રુપોનો હુમલો એટલો જોરદાર છે કે સીરિયાના બીજા શહેર અલેપ્પો અને હમા પહેલાથી જ પ્રમુખના નિયંત્રણમાંથી બહાર નીકળી ગયા છે. 2011ના ગૃહયુદ્ધ બાદ સીરિયામાં આ પ્રકારનો આ પહેલો હુમલો હતો.

સીરિયામાં છેલ્લા પાંચ દાયકાથી બસર અલ-અસદની સરકાર સત્તા પર છે અને પહેલીવાર તેમની સરકાર પતનના આરે છે. જો બળવાખોરો સીરિયાના મુખ્ય શહેર હોમ્સ પર કબજો કરે છે, તો રાજધાની દમાસ્કસની સત્તાની બેઠકને તે ભૂમધ્ય સમુદ્રના કિનારેથી કાપી નાખશે. હકીકતમાં, તેને બસર અલ-અસદનો મુખ્ય ગઢ માનવામાં આવે છે.

આ પણ જૂઓ: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર : ભારતના વિદેશ સચિવ સોમવારે ઢાકા જશે

Back to top button