નેશનલ

ભારત-ચીન વચ્ચે WMCCની બેઠક મળી, LAC પર શાંતિની પુનઃસ્થાપના ચર્ચાનું કેન્દ્ર

Text To Speech

સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને ચીને બેઇજિંગમાં બેઠક યોજી હતી. બંને દેશોની સરહદી બાબતો પર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન સિસ્ટમ (WMCC)ની 26મી બેઠક યોજાઈ હતી. ટૂંક સમયમાં 18મી વરિષ્ઠ કમાન્ડરોની બેઠક બોલાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

India-China border
India-China border

જુલાઈ 14, 2019 પછી આ પ્રથમ રૂબરૂ મુલાકાત છે. વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવે બેઠકમાં ભારતીય પક્ષનું નેતૃત્વ કર્યું. બીજી તરફ ચીન વતી બોર્ડર અને મેરીટાઈમ અફેર્સ ડાયરેક્ટર જનરલે કર્યું. તેમાં ચીનના વિદેશ મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ જિનપિંગે LAC પર તૈનાત સૈનિકો સાથે કરી વાત, યુદ્ધની તૈયારીઓની સમીક્ષા કરી

બેઠકમાં શું થયું?

બંને દેશોએ બેઠકમાં LAC પર વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. આ દરમિયાન ભારત અને ચીને એલએસીના વિવાદિત વિસ્તારમાંથી સૈનિકો હટાવવાના પ્રસ્તાવ પર વાત કરી હતી. બેઠકનો હેતુ શાંતિ પુનઃસ્થાપિત કરવાનો હતો.

આ પણ વાંચોઃ તવાંગમાં ચીને વધારી તાકાત, LACથી માત્ર 150 મીટર દૂર રોડ બનાવ્યો

WMCC શું છે?

WMCCની સ્થાપના 2012 માં સરહદી બાબતોની ચર્ચા કરવા માટે કરવામાં આવી હતી. વર્ષ 2019 પછી પૂર્વ લદ્દાખના ગલવાન અને અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં અથડામણ થઈ હતી. આ કારણોસર આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Back to top button