ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આરબીઆઇ ઇન્ડસઇન્ડ બેન્કના ધબડકા વચ્ચે બેન્કોની ડેરિવેટીવ્ઝ બુક તપાસી રહી છે

Text To Speech

મુંબઇ, 13 માર્ચઃ  પોતાના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટીંગમાં ક્ષતિ હોવાને કારણે ઇન્ડસઇન્ડ બેન્કના ધબડકા પાછળ સતર્ક બનેલી ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) કેટલીક ખાનગી અને સરકારની માલિકીની બેન્કોના ડેરિવેટિવ્ઝમાં રોકાણ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. આરબીઆઇએ ધિરાણકર્તાઓને તેમના વિદેશી ઋણ અને થાપણો વિગતો તેમજ ફોરેક્સ હેજ પોઝીશનો વિશેની પણ વિગતો આપવા માટે પણ કહ્યુ છે. આરબીઆઇ એ ખાતરી કરવા માગે છે કે બેન્કો દ્વારા કરવામાં આવતા હેજિંગ અસરકારક છે કે કેમ અને ઇન્ડસઇન્ડ બેન્ક આ સમસ્યાનો એક હતો કે કેમ. આ માહિતી સૂત્રોએ આપી હતી જ્યારે આરબીઆઇએ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

1 એપ્રિલ 2024થી નવા રોકાણ નિયમોનો પ્રારંભ થાય તે પહેલા બેન્કની મિલકત જવાબદારી વ્યવસ્થાપન અને ટ્રેઝરી ડેસ્કને આંતરિક સ્વેપીંગ એલબત્ત અન્ય માટે રોકડ પ્રવાહના વિનીમયની મંજૂરી આપવામાં આવી હતી. ઇન્ડસઇન્ડ બેન્કના સીઇઓ સુમંત કથપલિયાએ મંગળવારે જણાવ્યું હતું કે, આવા સોદાઓ વહેલા બંધ થવાથી નફાનો હિસાબ કરવામાં આવ્યો હતો ત્યારે નુકસાન હતું નહી.

હવે, આરબીઆઈ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ભારે વિદેશી જવાબદારીઓ ધરાવતી બેંકો એવી પરિસ્થિતિનો સામનો કરી રહી નથી કે જેમાં અગાઉ કરવામાં આવેલા આંતરિક હેજથી થયેલા કોઈપણ નુકસાનનો હિસાબ આપવામાં આવ્યો ન હોય”, એમ સૂત્રોએ જણાવતા ઉમેર્યુ હતુ કે જો કોઈ વિસંગતતા જોવા મળે, તો મધ્યસ્થ બેંક ધિરાણકર્તાઓને બાહ્ય ઓડિટ કરાવવા માટે દબાણ કરી શકે છે. હાલમાં, “આવુ કોઈ કારણ નથી” કે સિસ્ટમવ્યાપી સમસ્યા છે, તે મધ્યસ્થ બેન્ક નક્કી કરી રહી છે.

આરબીઆઈ સામાન્ય રીતે રૂટિન ઓડિટ દરમિયાન બેંકો પાસે ડેટા માંગે છે, પરંતુ હકીકત એ છે કે તે હવે માંગવામાં આવી રહ્યું છે તે સ્પષ્ટપણે સૂચવે છે કે નિયમનકાર આંખ આડા કાન કરવા માંગતુ નથી.

આ પણ વાંચોઃ IPL 2025: 22 તારીખથી ક્રિકેટનો મહાકુંભ શરુ, KKR વિરુદ્ધ RCB, શ્રેયસના ગયા બાદ રહાણેની આવી હશે ટીમ ઈલેવન

Back to top button