રોહિતની કેપ્ટન્સીમાં ભારત રચી શકે છે ઈતિહાસ, WTCમાં આવું કરનારી બનશે પહેલી ટીમ
- ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ મેચ પણ જીતશે તો WTC ફાઈનલની નજીક પહોંચી જશે
HD ન્યૂઝ ડેસ્ક, 4 ડિસેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની ખૂબ નજીક આવી ગઈ છે. જો કે તેનું સ્થાન હજુ સુધી નિશ્ચિત નથી થયું, પરંતુ શક્યતાઓ ઘણી વધારે લાગે છે. ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે સતત ત્રણ ટેસ્ટ હાર્યા બાદ આ સંભાવનાઓ થોડી અંધકારમય થઈ હતી, પરંતુ હવે જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં પહેલી જ ટેસ્ટ જીતી લીધી છે ત્યારે ફરી આશાની કિરણ દેખાવા લાગી છે. ત્યારે હવે જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટમાં પણ હરાવે છે, તો તે માત્ર WTC ફાઈનલની નજીક જ પહોંચશે નહીં, પરંતુ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિદેશી ધરતી પર સૌથી વધુ મેચ જીતનારી ટીમ પણ બની જશે. જે કામ આજદિન સુધી કોઈ ટીમ કરી શકી નથી.
ભારત અને ઈંગ્લેન્ડે WTCમાં વિદેશી ધરતી પર સૌથી વધુ મેચ જીતી છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સાઇકલમાં ભારતીય ટીમે હજુ ચાર વધુ મેચ રમવાની છે. આ તમામ મેચો ઓસ્ટ્રેલિયાથી આ સિરીઝમાં યોજાવાની છે. એટલા માટે આ સિરીઝ ભારતીય ટીમ માટે ઘણીમહત્ત્વની બની જાય છે. ભારતીય ટીમે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અત્યાર સુધી વિદેશી ધરતી પર 12 મેચ જીતી છે. જો ટીમ આગામી મેચ જીતવામાં સફળ રહે છે તો વિદેશી ધરતી પર આ તેની 13મી જીત હશે. ભારતે 2019થી વિદેશી ધરતી પર 25 ટેસ્ટ મેચ રમી છે અને તેમાંથી 12 જીતવામાં સફળ રહી છે. અત્યારે ઈંગ્લેન્ડની ટીમ પણ ભારતની બરાબરી પર ચાલી રહી છે.
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પણ ભારતની બરાબરી પર છે
જો ઈંગ્લેન્ડ ટીમની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિદેશી ધરતી પર 30 મેચ રમી છે, જેમાંથી તેણે 12 મેચ જીતી છે. એટલે કે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ અત્યારે બરાબરી પર છે. પરંતુ એક મેચ જીતતાની સાથે જ ભારતીય ટીમ નંબર વન પર પહોંચી જશે અને ઈતિહાસ પણ રચશે. ભલે ઈંગ્લેન્ડની ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ તેણે આ સાઇકલમાં હજુ થોડી વધુ મેચો રમવાની છે. મતલબ કે, બંને ટીમો વચ્ચે આ ઉતાર-ચઢાવ ચાલુ રહેશે. ભારત માટે એ મહત્ત્વનું છે કે ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની બાકીની તમામ મેચો જીતે, જેથી તે વિદેશી ધરતી પર સૌથી વધુ મેચો જીતનારી ટીમ બની રહે અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં કોઈપણ મુશ્કેલી વિના પોતાનું સ્થાન પ્રાપ્ત કરે.
ઓસ્ટ્રેલિયાએ વિદેશી ધરતી પર કુલ 10 ટેસ્ટ મેચ જીતી છે
ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો તે હાલમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ વિદેશની ધરતી પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં 22 મેચ રમી છે અને તેમાંથી 10મા જીત મેળવી છે. ભારત સામે હાલમાં રમાઈ રહેલી સિરીઝમાં જો ટીમ એક મેચ જીતી જાય તો પણ ઓસ્ટ્રેલિયાને કોઈ અસર નહીં થાય, કારણ કે અહીં આપણે વિદેશની ધરતી પર ટેસ્ટ મેચ જીતવાની વાત કરી રહ્યા છીએ. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં ઘરઆંગણે રમી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા આગામી મેચ જીતીને જ આ રેકોર્ડ બનાવે છે કે પછી થોડી રાહ જોવી પડશે.
આ પણ જૂઓ: સચિન અને કાંબલીનો ભાવુક વીડિયો વાયરલ, એક ક્ષણ માટે તેંડુલકરને પણ ન ઓળખી શક્યો વિનોદ