ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

PM મોદી ગુજરાત મુલાકાત : ભારત સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું, ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે પણ દુનિયામાં અવ્વલ : PM Modi

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે હવે પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ગુજરાતને વિકાસકાર્યોની ભેટ ધરશે. વડાપ્રધાનના પ્રથમ દિવસના પ્રવાસની વાત કરીએ તો 30મી ઓક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે આવ્યા છે. વડોદરા ખાતે સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કર્યું હતું. જેથી હવે ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ થશે અને ભારત દેશ સરંક્ષણ સંસાધનો ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

વડોદરામાં PM મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને સંબોધન કરતા નવા વર્ષની શુભકામના પાઠવી હતી. જે બાદ કહ્યું ભારતને દુનિયામાં મોટુ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા આજે મોટું પગલું ભરાયું છે. આજે ભારત સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે પણ દુનિયામાં અવ્વલ છે. તમામ ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત અગ્રેસર છે.

આ પ્રોજેક્ટથી ભારતની 100 એમએસએમઈ પણ જોડાશે. આગામી 4-5 વર્ષમાં નવા હવાઈ સફરના યાત્રીઓ આવશે. આજનું આયોજન આ દિશામાં મહત્વનું પગલું અને વિશ્વ માટે સંદેશ છે. PM મોદીએ કહ્યું કે, ભારત ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે પણ દુનિયામાં અવ્વલ છે. તમામ ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત અગ્રેસર છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા પીએમ મોદી ગુજરાતમાં, આજથી 3 દિવસ પ્રચાર સાથે વિકાસના કાર્યોની ભેટ

Back to top button