Ind Vs Zim Match:ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયાની સતત 14મી જીત


ભારતીય ટીમે બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી ઝિમ્બાબ્વેને બીજી વન-ડેમાં 5 વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે કેએલ રાહુલની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા 3 મેચની સીરિઝમાં 2-0થી આગળ છે. હરારેમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 38.1 ઓવરમાં 161 રને પેવેલિયન ભેગી કરી દીધી હતી. ત્યારબાદ 25.4 ઓવરમાં સ્ટોર ચેઝ કર્યો હતો પરંતુ 5 વિકેટ ગુમાવવી પડી હતી.

બોલર શાર્દુલ અને વિકેટકીપર સંજૂની કમાલ
બોલર શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે વિકેટકીપર સંજૂ સેમસને અણનમ 43 રન કર્યા હતા. તેણે ઇનોસેન્ટ કેઇયાના બોલ પર વિજયી સિક્સ પણ ફટકારી હતી.

આ વખતે શિખર ધવનની સાથે કેપ્ટન કેએલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે એક જ રન બનાવી શક્યો. શિખર ધવન આ વખત 33 રન બનાવી શક્યો હતો. જ્યારે શુભમન ગિલ પણ 33 રન પર આઉટ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન ઈશાન કિશન 6 રન બનાવી આઉટ થયો હતો.

22 ઓગસ્ટે રમાશે ત્રીજી વન-ડે
આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે સીરિઝ પર 2-0 ની લીડ બનાવી છે. ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ 10 વિકેટથી અને બીજી મેચ 5 વિકેટથી પોતાના નામે કરી. ત્રીજી વન-ડે 22 ઓગસ્ટે રમાશે.