ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રોહિત શર્મા પર વાંધાજનક ટિપ્પણી કરી, સેમીફાઈનલમાં ભારતની જીત પર શું બોલ્યા કોંગ્રેસના પ્રવક્તા?

નવી દિલ્હી, 05 માર્ચ 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ મેચમાં રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે મંગળવારે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી દીધું છે. તેની સાથે જ ભારતીય ટીમ હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતની આ જીત પર ભારત સહિત દુનિયાના વિવિધ ભાગમાંથી મેસેજ આવી રહ્યા છે. આ જ ક્રમમાં રોહિત શર્મા પર વાંધાજનક ટિપ્પણી કરનારા કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે પણ હવે ભારતની જીત પર પ્રતિક્રિયા આપી છે. આવો જાણીએ તેમણે આ વિશે કહ્યું છે.

શું બોલ્યા શમા મોહમ્મદ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈંડિયાની જીત પર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે કહ્યું કે, મને આજે બહુ ખુશી થઈ રહી છે કે રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમીફાઈનલ મેચ જીતી લીધી. હું વિરાટ કોહલીના 84 રન બનાવવા માટે શુભકામના આપું છું. હું ખૂબ જ ઉત્સાહી છું અને ફાઈનલની રાહ જોઈ રહી છું.

પહેલા શું બોલ્યા હતા?

કોંગ્રેસના પ્રવક્તા શર્મા મોહમ્મદે રોહિત શર્માનું અપમાન કરતા એક્સ પર લખ્યું હતું કે, રોહિત શર્મા એક ખેલાડી તરીકે જાડો છે. તેને વજન ઘટાડવાની જરુર છે કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે આગળ લખ્યું હતું કે, રોહિત શર્મા ભારતના અત્યાર સુધીના સૌથી અપ્રભાવી કપ્તાન છે. તો વળી ટીએમસીના સાંસદ સૌગત રોયે પણ શમાનું સમર્થન કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાએ જે કહ્યું તે સાચું છે. રોહિત શર્માને ટીમમાં હોવું જ ન જોઈએ.

રોહિત શર્મા વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપવા બદલ ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીના ખેલાડીઓને એકલા છોડી દેવા જોઈએ, કેમ કે તેઓ પોતાના વ્યાવસાયિક જીવનને સંભાળવામાં સક્ષમ છે. આ પાર્ટીઓના નેતાઓ દ્વારા આપવામાં આવેલી ટિપ્પણીઓ, જેમાં બોડી શેમિંગ અને ટીમમાં એથલીટની જગ્યા પર સવાલો કરવાનું સામેલ છે. આ ન ફક્ત ખૂબ જ શરમજનક છે, પણ દયનિય પણ છે. આવી ટિપ્પણી આપણા ખેલાડીઓની આકરી મહેનત અને ત્યાગને નીચા આંકે છે, જે વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈંડિયા કોની સામે રમશે, આજે નક્કી થઈ જશે, કોઈ પણ ટીમ જીતે ઈતિહાસ રચાશે

Back to top button