ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Asia Cup 2023ના ફાઈનલમાં પહોંચતું ભારત, શ્રીલંકાને 41 રને હરાવ્યું, કુલદીપ ફરી ઝળક્યો

Text To Speech

એશિયા કપ 2023માં ભારતીય ટીમની શાનદાર યાત્રા ચાલુ છે. પાકિસ્તાન બાદ હવે શ્રીલંકાનો પણ સુપર-4 રાઉન્ડમાં પરાજય થયો છે. કોલંબોમાં મંગળવારે (12 સપ્ટેમ્બર) રમાયેલી મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ફાઈનલની ટિકિટ પણ બુક કરી લીધી છે. આ ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે. જોકે ભારતીય ટીમે ફાઈનલ પહેલા સુપર-4 રાઉન્ડમાં વધુ એક મેચ રમવી પડશે. આ છેલ્લી મેચ 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે આ મેદાન પર રમાશે.

ભારતે માત્ર 213 રન જ બનાવ્યા હતા

કોલંબોમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને 213 રન બનાવ્યા હતા. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા એકમાત્ર બેટ્સમેન હતો, જેણે 48 બોલમાં 53 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. આખી ભારતીય ટીમ બે સ્પિનરો ડ્યુનિથ વેલાલ્ગે અને ચરિથ અસલંકા સામે વિખેરાઈ ગઈ.

શ્રીલંકા 172 રનમાં જ ઢેર થયું

શ્રીલંકાને 214 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેના જવાબમાં આખી ટીમ 172 રન જ બનાવી શકી હતી. ટીમ માટે ડુનિથ વેલાલ્ગેએ સૌથી વધુ અણનમ 42 રન બનાવ્યા હતા. તેના સિવાય ધનંજય ડી સિલ્વાએ 41 રન બનાવ્યા હતા. બંનેએ 7મી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહે 2-2 સફળતા મેળવી હતી.

કોહલી-ગિલ-પંડ્યા કોઈ રમ્યું નથી

પાકિસ્તાન વિરૂદ્ધ પ્લેયર ઓફ ધ મેચ રહેલા વિરાટ કોહલીએ શ્રીલંકા સામે 12 બોલ રમ્યા હતા અને માત્ર 3 રન બનાવીને કેચ આઉટ થયો હતો. ઓપનર શુભમન ગિલે 19 રન બનાવ્યા હતા. જ્યારે 5માં નંબરે આવેલ કેએલ રાહુલ માત્ર 39 રન બનાવી શક્યો હતો. આ મેચમાં ઈશાન કિશનને ચોથા નંબર પર મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે પણ 33 રન બનાવીને બહાર થઈ ગયો હતો. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. પંડ્યાએ 5 રન અને જાડેજાએ 4 રન બનાવ્યા હતા.

Back to top button