કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એકતરફી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ તેને આસાનીથી હાંસલ કરી લીધું હતું, સ્મૃતિએ વિનિંગ સિક્સર લગાવીને મેચનો અંત લાવી દીધો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની આ પ્રથમ જીત છે.
???????????? ????????????????!
Clinical with the ball & splendid with the bat, ???????????????????? ???????????????? ???????????????????????????????? by 8 wickets in their 2nd Commonwealth Games match. ???? ????
Vice-captain @mandhana_smriti smashes 63*. ???? ????
Scorecard ▶️ https://t.co/6xtXSkd1O7 #B2022 #TeamIndia #INDvPAK pic.twitter.com/MVUX3yFO4s
— BCCI Women (@BCCIWomen) July 31, 2022
આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે તેના માટે ખોટો સાબિત થયો હતો. વરસાદના કારણે મેચ 18 ઓવરની કરવામાં આવી હતી, જે બાદ પાકિસ્તાની ટીમ ભારતીય બોલરોની સામે પત્તાની જેમ પડી ભાંગી હતી. પાકિસ્તાને 18 ઓવરમાં 99 રન બનાવ્યા હતા અને આખી ટીમ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 12મી ઓવરમાં જીત મેળવી હતી અને માત્ર બે વિકેટ ગુમાવી હતી.
મંધાના-શેફાલીના ધડાકાથી ભારત જીત્યું
ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ થઈ ત્યારે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. શેફાલી વર્મા 9 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, આ દરમિયાન તેણે શાનદાર સિક્સ પણ ફટકારી હતી. શેફાલી અને સ્મૃતિ વચ્ચે માત્ર 35 બોલમાં 64 રનની ભાગીદારી થઈ હતી. જો સ્મૃતિ મંધાનાની વાત કરીએ તો તેણે માત્ર 42 બોલમાં 63 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં સ્મૃતિએ 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. લાંબા સમયથી મોટી ઇનિંગની રાહ જોઈ રહેલી સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાનના બોલરો પર તબાહી મચાવી હતી.
આ મોટી જીત સાથે ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારતના બે પોઈન્ટ છે, પરંતુ તેનો નેટ રન રેટ ઘણો ઊંચો છે. પાકિસ્તાન તેની શરૂઆતની બંને મેચ હારી ચૂક્યું છે અને તે ગ્રુપમાં સૌથી નીચે છે.
પાકિસ્તાનની ટીમ માત્ર 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મુનીબા અલીએ 32 રન બનાવ્યા જે સર્વોચ્ચ સ્કોર હતો. જ્યારે ટીમના 6 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારત તરફથી સ્નેહ રાણા, રાધા યાદવે 2-2 જ્યારે રેણુકા-મેઘના અને શેફાલીને 1-1 વિકેટ મળી હતી. આ મેચમાં પાકિસ્તાનની કિસ્મતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટીમે તેની છેલ્લી પાંચ વિકેટ 3 રનની અંદર ગુમાવી દીધી હતી. પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ 96ના સ્કોર પર પડી અને ટીમ 99ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.
સ્કોરબોર્ડ: પાકિસ્તાન – 99/10 (18 ov), ભારત – 102/2 (11.4 ov)