ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

અંતિમ T20માં ઈંગ્લેન્ડને 150 રનથી હરાવતું ભારત, બેટ્સમેન બાદ બોલરોએ પણ મચાવ્યો તરખાટ

Text To Speech

મુંબઈ, 2 ફેબ્રુઆરી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 સીરીઝ જેવી રીતે શરૂ થઈ હતી તે જ રીતે સમાપ્ત થઈ, પરંતુ તે તેનાથી પણ વધુ વિસ્ફોટક હતી. સીરીઝ પર પહેલા જ કબજો જમાવી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને એકતરફી રીતે 150 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

આ મેચમાં યુવા ઓપનર અભિષેક શર્મા મુંબઈની આ મેચની જીતનો સિતારો સાબિત થયો, જેણે 135 રનની વિનાશક ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને 247 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. જવાબમાં સમગ્ર ઈંગ્લિશ ટીમ માત્ર 97 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેમાં પણ અભિષેકે 2 વિકેટ લઈને યોગદાન આપ્યું હતું.

મેચમાં ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા હતા. ઓપનર અભિષેક શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવી અને પહેલા 17 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ પછી તેણે તેને બીજી સૌથી ઝડપી સદીમાં ફેરવી દીધી હતી. અભિષેકે 37 બોલમાં ઝડપી સદી ફટકારી હતી. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બની ગયો છે.

તેણે સંજુ સેમસનનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 40 બોલમાં સદી ફટકારી હતી. જોકે, ભારતીયોમાં રોહિત શર્માના નામે 35 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે, જે હજુ પણ અતૂટ છે. ઓવરઓલ T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો આ રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. ગયા વર્ષે જ 17 જૂન 2024ના રોજ તેણે સાયપ્રસની ટીમ સામે 27 બોલમાં સદી ફટકારી હતી.

આ મેચમાં અભિષેકે ભારતીય ટીમ માટે 54 બોલમાં કુલ 135 રનની ઈનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે 13 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. જ્યારે તિલક વર્માએ 15 બોલમાં 24 રન બનાવ્યા હતા. અભિષેક અને તિલક વચ્ચે બીજી વિકેટ માટે 43 બોલમાં 115 રનની ભાગીદારી થઈ હતી. શિવમ દુબેએ 13 બોલમાં 30 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બ્રેડન કારસે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે માર્ક વૂડને 2 સફળતા મળી હતી.

આ પણ વાંચો :- દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે બનાવી ‘EAGLE’ ટીમ, જાણો કોણ છે સભ્યો અને શું હશે તેનું કામ

Back to top button