ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતનો ઇંગ્લેન્ડ સામે 106 રનથી વિજય,સિરીઝ 1-1 થી બરાબર

Text To Speech

વિશાખાપટ્ટનમ  5 ફેબ્રુઆરી 2024 :  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં સિરીઝની બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં 106 રનથી ભારતની જીત થઇ છે. હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડએ ભારતને 28 રનથી હરાવ્યું હતું. ડૉ વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટેસ્ટમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 396 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલએ 290 બોલમાં બેવડી સદી સાથે તેને 209 રન ફટકાર્યા હતા.

રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહ શાનદાર પ્રદર્શન

રવિચંદ્રન અશ્વિનએ બીજી ઇનિંગ્સમાં ભારત તરફથી ઈંગ્લેન્ડના 3 બેટ્સમેન આઉટ કર્યા હતા અને જસપ્રીત બુમરાહએ બીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 6 તો બીજી ઇનિંગ્સમાં 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

બેન સ્ટોક્સ થયો રન આઉટ

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 11 રનના સ્કોર પર રનઆઉટ થયો હતો. બેન ફોક્સે 53મી ઓવરના ચોથા બોલ પર સિંગલ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મિડ-વિકેટ પર ઊભેલા શ્રેયસ અય્યરે ઝડપથી બોલ ઉપાડ્યો અને સીધો થ્રો માર્યો. રિપ્લેમાં જણાયું હતું કે સ્ટોક્સ ક્રિઝથી દૂર હતો અને તેણે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

રવિચંદ્રન અશ્વિનએ તોડ્યો બીએસ ચંદ્રશેખરનો રેકોર્ડ

રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી છે. તેણે ઈંગ્લેન્ડના બેન ડકેટ, ઓલી પોપ અને જો રૂટને પેવેલિયનમાં મોકલ્યા હતા. પોપની વિકેટ સાથે તે ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર ​​બન્યો. તેની પાસે હવે 21 ટેસ્ટમાં 97 વિકેટ છે. અશ્વિને બીએસ ચંદ્રશેખરને પાછળ ધકેલી દીધા છે, જેના નામે 23 ટેસ્ટમાં 95 વિકેટ છે.

ઈંગ્લેન્ડની વિકેટ :

50-1 (બેન ડકેટ, 10.5 ઓવર )  95-2 (રેહાન અહેમદ, 21.5 ઓવર ) 132-3 (ઓલી પોપ, 28.2 ઓવર ) 154-4 (જો રૂટ, 30.6 ઓવર ) 194-5 (ઝેક ક્રોલી, 41.6 ઓવર ) 194-6 (જોની બેયરસ્ટો 42.4 ઓવર )  220-7 (બેન સ્ટોક્સ, 52.4 ઓવર )  275-8 (બેન ફોક્સ, 64.6 ઓવર ) 281-9 (શોએબ બશીર, 67.3 ઓવર ) 292-10 (ટોમ હાર્ટલી, 69 ઓવર )

આ પણ વાંચો : ટેસ્ટ ટીમમાંથી મેનેજમેન્ટે શુભમન ગિલને કાઢી મુકવાની આપી હતી ચિમકી !

Back to top button