સ્પોર્ટસ

ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વનડે : બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ લીધું

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ છે. જે ટીમ આ મેચ જીતશે તે શ્રેણી પોતાના નામે કરશે. મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે જીત મેળવી હતી પરંતુ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એકતરફી જીત મેળવીને સિરીઝ 1-1થી બરબર કરી હતી જેને જોતા આજની ત્રીજી વનડે નિર્ણાયક બની રહેશે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ ઘરઆંગણે સિરીઝ ગુમાવવા માંગતી નથી અને તેથી તેને બચાવવા માટે પૂરો પ્રયત્ન કરશે. ઓસ્ટ્રેલિયા પણ શ્રેણી જીતવા માટે કોઈ બાંધછોડ નહી કરે. હાલમાં ઓસ્ટ્રલિયા ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બેટ્સમેનોએ દમ દેખાડવો પડશે

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડેમાં શરમજનક હાર બાદ ભારતને ત્રીજી મેચમાં જીતવા માટે બેટ્સમેનોએ દમ દેખાડવો પડશે. બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયન બોલરો, ખાસ કરીને મિચેલ સ્ટાર્કથી સાચવવું પડશે. જો નહી સાચવે તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમના બે મુખ્ય બેટ્સમેન છે અને આ નિર્ણાયક મેચમાં બંનેનું ફોર્મમાં આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ધમકીભર્યા મેસેજ ફેલવનારોનો મોટો ખુલાસો

બોલરો પર પણ નિર્ભર છે

બીજી વનડેમાં મિશેલ-માર્શ અને ટ્રેવિસ હેડે ભારતીય બોલરોને જોરદાર રીતે પંજાર્યા હતા અને તેમને વિકેટ પણ લેવા દીધી નહોતી. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ બંને પણ નિષ્ફળ રહ્યા હતા. ભારતે બીજી વનડેમાં ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ત્રણેય – રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ નિષ્ફળ રહ્યા હતા. છેલ્લી મેચમાં બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે.

આ પણ વાંચો : ભારતમાં ઘણા બદલાવ આવ્યા પરંતુ… ઓસ્ટ્રેલિયાના પીએમને યાદ આવી ભારત મુલાકાત

ટીમમાં કોઈ ફેરફાર નહી

ચેન્નાઈની ટીમ સ્પિનરોને મદદ કરશે અને તેથી ટીમ ઈન્ડિયા ફરીથી ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતર્યું છે. ભારતે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. સૂર્ય કુમાર યાદવને ફરી એકવાર મોકો આપવામાં આવ્યો છે. ગઈકાલે મંગળવારે ચેન્નાઈમાં વરસાદ પડ્યો હતો અને બુધવારે વાદળછાયું રહેવાની શક્યતા છે. જેને જોતા આજે પણ મેચમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતમાં રમી હોળી, પરંપરાગત ડાન્સનો પણ આનંદ માણ્યો, જુઓ તસવીરો

આજે નિર્ણાયક મેચ

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક વનડે રમાવાની છે. હાલમાં સિરીઝ 1-1થી બરાબર છે અને ત્રીજી વનડે એટલે કે આજની અંતિમ વનડે જીતશે તે સિરીઝ પોતાના નામ કરશે. હાલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમોના અંતિમ 11 

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, લોકેશ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ.

ઓસ્ટ્રેલિયા : સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, માર્કસ સ્ટોઈનિસ, એલેક્સ કેરી, સીન એબોટ, એશ્ટન અગર, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.

Back to top button